સાથવો ના લાડુ (sathvo ladoo recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#GA4
#week14
સાથવો એ ગુજરાત માં વર્ષો પહેલાં હોળી ના તહેવાર માં બનતા લાડુ ની વાનગી છે. પેહલા ના વખત માં આપણા દાદી, નાની આ લાડુ હોળી દહન વખતે ખજૂર, ધાની સાથે આ લાડુ પ્રસાદ માટે બનાવતા હતા. ફાગણ માસ માં ઋતુ સંધી સમયે કફ ની વૃદ્ધિ થતી હોવાથી આ લાડુ ચણા, ગોળ અને જુવાર માંથી બનતા હોવાથી ખાવાથી કફ દૂર થાય છે.. આ authentic વાનગી મે અહી હાથ ની ઘંટી માં તેનો લોટ દડી ને બનાવી છે.

સાથવો ના લાડુ (sathvo ladoo recipe in gujarati)

#GA4
#week14
સાથવો એ ગુજરાત માં વર્ષો પહેલાં હોળી ના તહેવાર માં બનતા લાડુ ની વાનગી છે. પેહલા ના વખત માં આપણા દાદી, નાની આ લાડુ હોળી દહન વખતે ખજૂર, ધાની સાથે આ લાડુ પ્રસાદ માટે બનાવતા હતા. ફાગણ માસ માં ઋતુ સંધી સમયે કફ ની વૃદ્ધિ થતી હોવાથી આ લાડુ ચણા, ગોળ અને જુવાર માંથી બનતા હોવાથી ખાવાથી કફ દૂર થાય છે.. આ authentic વાનગી મે અહી હાથ ની ઘંટી માં તેનો લોટ દડી ને બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યકિત
  1. ૨૦૦ ગ્રામ ઘઉં
  2. ૧૦૦ ગ્રામ જુવાર
  3. ૧૦૦ ગ્રામ ચણા ના દાળિયા
  4. ૧૦૦ ગ્રામ ગોળ
  5. ૪ ટેબલ સ્પૂનઘી
  6. ૧ ગ્લાસપાણી
  7. ગાર્નિશ માટે બદામ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    1) સૈા પ્રથમ એક તપેલી માં એક ગ્લાસ પાણી લઈ ગેસ પર ગરમ કરવા મુકો જેમાં ગોળ ને ઓગળવા નાખો.. ગોળ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવું..

  2. 2

    હવે એક કડાઈ ને ગેસ પર મૂકી ઘઉં શેકવા મૂકો.. મધ્યમ આંચ પર ધીરે ધીરે શેકવું.. બ્રાઉન કલર થાય અને સુગંધ આવે ત્યાં સુધી સેકો.. લગભગ મને અહી 10 મિનિટ ઘઉં ને શેકતા સમય લાગ્યો હતો. સેકાયેલા ઘઉં ને એક થાળી માં કાઢી લેવા અને ઠંડા થવા દેવા.

  3. 3

    હવે તે જ કડાઈ માં જુવાર ને પણ એજ રીતે બરાબર શેકી લેવા.. સરસ સુગંધ આવે અને ઉપર કાળા ટપકા થાય ત્યાં સુધી સેકો.. જુવાર ને શેકાતા 5 થી 7 મિનિટ લાગશે.. પછી તેને પણ થાળી માં કાઢી લો.

  4. 4

    હવે દાળિયા શેકાયેલા જ હોવાથી તેને થોડી વાર જ 2 મિનિટ માટે કડાઈ માં શેકો.. બધું અલગ અલગ થાળી માં ઠંડું થવા મૂકવું

  5. 5

    ત્રણેય ધાન ને મે અહી જૂના વખત માં જે હાથ ની ઘંટી આવતી હતી તેમાં ભૈડકુ ની જેમ દળી લીધું.. જેને મિક્સર માં પણ કરકરું દળી શકાય..

  6. 6

    હવે દળેલા લોટ ને હવે ચારણી ની મદદ થી ચાડી ને એકસરખો લાડવા માટે નો લોટ તૈયાર કરવો.

  7. 7

    હવે તેમાં 2 ટેબલ ચમચી જેટલું ઘી નાખી મોળ દેવું... પછી ગોળ નું બનાવેલું પાણી તેમાં ધીરે ધીરે ઉમેરતા જઈ ને લોટ ને મિક્સ કરતા જવું.. લાડુ વાળી શકાય એવું મિશ્રણ તૈયાર થાય એટલે લાડુ માં ચમક આવે એટલા માટે બીજું બાકી રહેલું ઘી નાખવું.. અને સરસ નાના કે મોટા લાડુ વાળી લેવા.. તેની પર બદામ લગાવવી..

  8. 8

    તૈયાર લાડુ ને ઈચ્છાનુસાર ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes