બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#માઈલંચ
આજે ગુડી પડવો .. સવારે દૂધ સાથે શ્રીખંડ પણ ઘરે આવી ગયો.. ઘરે થોડી મેથીની ભાજી હતી, ફૂડ પ્રોસેસર માં ઘઉં નો લોટ થોડી મેથીની ભાજી અને હળદર મરચું મીઠુ નાખી થોડુંક ફેરવી લીધું.. જેથી ભાજી એકદમ ઝીણી થઈ જાય.. સરખું તેલ નું મોણ અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લીધો... સાથે બાફેલા બટેટા ટમેટા નું શાક..

બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી

#માઈલંચ
આજે ગુડી પડવો .. સવારે દૂધ સાથે શ્રીખંડ પણ ઘરે આવી ગયો.. ઘરે થોડી મેથીની ભાજી હતી, ફૂડ પ્રોસેસર માં ઘઉં નો લોટ થોડી મેથીની ભાજી અને હળદર મરચું મીઠુ નાખી થોડુંક ફેરવી લીધું.. જેથી ભાજી એકદમ ઝીણી થઈ જાય.. સરખું તેલ નું મોણ અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લીધો... સાથે બાફેલા બટેટા ટમેટા નું શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શાક બનાવવા
  2. 4નંગ બાફેલા બટેટા
  3. 2નંગ ટમેટાં
  4. 2ટે.સ્પૂન તેલ
  5. 1ટી.સ્પૂન જીરૂ
  6. 1નાનો ટુકડો ગોળ
  7. હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ
  8. કોથમીર
  9. મેથી ની પૂરી બનાવવા
  10. 1/4 કપમેથી ની ભાજી
  11. 2 કપઘઉં નો લોટ
  12. હળદર, લાલ મરચું, મીઠુ સ્વાદ મુજબ
  13. 3-4ટે.સ્પૂન તેલ મોણ માટે
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શાક બનાવવા
    બાફેલા બટેટા ને છોલી મિડીયમ સમારી લેવા.
    ટમેટાં બારીક સમારી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી જીરૂ ઉમેરવું જીરૂ તતડે એટલે ટમેટાં વધારવા

  3. 3

    ટમેટાં થોડા સોફ્ટ થાય હળદર, લાલ મરચું, ધાણાજીરૂ અને મીઠુ ઉમેરવું.

  4. 4

    ટમેટાં અને બધો મસાલો એકરસ થાય એટલે એક ગ્લાસ જેટલું પાણી રેડવુ. બાફેલા બટેટા ના ટુકડા ને થોડા હાથે થી ચોળી લેવા. જેનાથી રસો ઘટ્ટ થાય. ટમેટા ના રસા માં બટેટા ઉમેરવા.

  5. 5

    ધીમા તાપે શાક ને થવા દેવું જેથી બટેટા માં સરખો મસાલો મિક્સ થઈ જાય. છેલ્લે શાક માં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરવો.

  6. 6

    પૂરી બનાવવા.. ઘઉં નો લોટ, મેથી ની ભાજી, હળદર,લાલ મરચું અને મીઠુ આ બધું ફૂડ પ્રોસેસર માં લઈ થોડું ફેરવવું જેથી ઘઉં ના લોટ માં બધો મસાલો સરખો મિક્સ થાય અને ભાજી પણ સાથે એકદમ ઝીણી સમારી ને મિક્સ થઈ જાય. હવે બધો લોટ બહાર કાઢી તેલ નું મોણ આપી મિક્સ કરી લેવો. પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો.
    લોટ ના લુઆ કરી પૂરી તળી લેવી.

  7. 7

    તૈયાર છે મેથી ની પૂરી સાથે ટમેટાં બટેટા નું શાક.. તૈયાર શ્રીખંડ સાથે
    પૂરી અને શાક સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર

ટિપ્પણીઓ

Similar Recipes