શેર કરો

ઘટકો

૩૦ થી ૪૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. પુરી બનાવવા માટે ના ઘટકો
  2. 3કપ ઘઉંનો લોટ
  3. 2ચમચી લાલ મરચું પાવડર
  4. ૩ ચમચી તેલ
  5. 1ચમચી હળદર
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી
  8. શાક બનાવવા માટે ના ઘટકો
  9. 6-7બટેટા
  10. 2નંગ ટામેટા
  11. ૩ ચમચી લાલ મરચું પાવડર
  12. ૨ ચમચી ધાણાજીરું પાવડર
  13. સ્વાદ અનુસાર મીઠું
  14. 1/2ચમચી હળદર
  15. 2ચમચી ધાણાજીરું પાવડર
  16. 1ચમચી રાઈ
  17. ચપટી હિંગ
  18. 2નંગ લવિંગ
  19. ૨ નંગ સુકુ લાલ મરચું
  20. 1નંગ તમાલપત્ર
  21. પુરી તળવા માટે તેલ
  22. પુરી શાક સાથે સર્વ કરવા માટે રાંધેલો ભાત અને છાશ

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ એટલે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, મીઠું અને તેલનું મોણ નાખીને કડક લોટ બાંધી લો. લોટનું પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો. હવે આ લોટમાંથી પૂરી વણી લો.

  2. 2

    પૂરીને ગરમ ગરમ તેલમાં તળી લો તૈયાર છે ફુલકા પુરી.

  3. 3

    બટેટા ને સૌ પ્રથમ અડધા કરી કૂકરમાં બે થી ત્રણ વિસલ કરી બાફી લો. ટમેટાને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો. કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ, હિંગ, લવિંગ, તમાલપત્ર અને આખું લાલ મરચા નો વઘાર કરી ટમેટા ની પેસ્ટ તેમાં સાતળો. હવે આ પેસ્ટમાં બધા મસાલા નાખીને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી પેસ્ટને સાંતળો.

  4. 4

    તેલ છૂટુ પડી જાય ત્યારબાદ બાફેલા બટેટાને સુધારી તેમાં નાખો અને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી શાકનો રસો ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર ચડવા દો. તો તૈયાર છે બાફેલા બટેટા નું રસાવાળું શાક.

  5. 5

    પૂરી, બટેટાનું શાક સાથે રાંધેલો ભાત અને છાશ સર્વ કરી છે તો તૈયાર છે આજનું મારું લંચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes