શેર કરો

ઘટકો

  1. સેવ ટામેટાનું શાક બનાવવા માટે
  2. ગ્રામસેવ ૨૫૦
  3. નંગટમેટા ૬-૭
  4. ૧.૫ ચમચી મરચું પાવડર
  5. 1 ચમચીધાણાજીરૂ પાવડર
  6. 1 ટીસ્પૂનગરમ મસાલો
  7. ચપટીહિંગ
  8. ચપટીહળદર
  9. સ્વાદ અનુસારનમક
  10. તેલ વઘાર માટે
  11. લીમડાના પાન
  12. તમાલપત્ર
  13. ૨-૩ સૂકા લાલ મરચાં
  14. પરાઠા બનાવવા માટે:
  15. ઘ ઉ નો લોટ ૨ બાઉલ
  16. નમક સ્વાદ અનુસાર
  17. પાણી લોટ બાંધવા માટે
  18. 1 ચમચીમરી પાવડર
  19. 1 ચમચીજીરું/જીરું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સેવ ટામેટાનું શાક બનાવવા માટે ટમેટા ને ૩-૪ વાર પાણી લઇ ને ધોઈ લો.હવે તેને બારીક સમારી લો.હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં બધા ખડા મસાલા એડ કરો.ત્યારબાદ તેમાં ટામેટા નાખી ને એકદમ ધીમી આંચ પર પકાવો.જરૂર પડે તો પાણી નાખવું.હવે ટમેટા ચડી જાય ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરવા.હવે તેમાં સેવ નાખી ને જરૂર પુરતું પાણી નાખી ને થોડી વાર ચઢવા દો.તૈયાર છે સેવ ટામેટાનું શાક.

  2. 2

    હવે પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં લોટ લો.ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક,મરી પાવડર, જીરું નાખી ને તેમાં પાણી અને તેલનું મોણ નાખી ને લોટ બાંધી લો.હવે તેના લૂઆ કરી લો.એક લૂઓ લઈ તેનું ગોરણુ બનાવી તેને પાટલા પર વણો.પળ વાળા કરવા હોય તો ગોળ વણી તેમાં તેલ લગાવી લોટ છાંટો તેને અડધી વાળી ફરી તેલ લગાવી ફરી થી અડધી વાળી લો અને પછી વણો. ત્યારબાદ તેને તવો ગરમ કરી તેલ લગાવી શેકી લો.તૈયાર છે પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes