સુજી બિસ્કીટ વિથ વોટરમેલન સ્વીટ

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh
શેર કરો

ઘટકો

  1. સુજી બિસ્કીટ
  2. 1 વાટકીરવો
  3. 1 વાટકીઘઉંનો લોટ
  4. 1 વાટકીદળેલી ખાંડ
  5. 1/2 વાટકીટોપરું
  6. 2 નંગઈલાયચી
  7. 1 ચમચીકાજુ બદામની કતરલ
  8. 3 ચમચીઘી
  9. તળવા માટે તેલ
  10. વોટરમેલન સ્વીટ માટે ની સામગ્રી
  11. 1 વાટકીખાંડ
  12. 1 વાટકીકાજુ
  13. 1/2 વાટકીરવો
  14. 1/2 વાટકીમિલ્ક પાવડર
  15. 1/2 વાટકીદૂધ
  16. 1 ચમચીઈલાયચી
  17. 1 ચમચીઘી
  18. 1 ચપટીલાલ ફૂડ કલર
  19. 1 ચપટીલીલો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવો,ટોપરું, ઘઉં નો લોટ અને ખાંડ મિક્સ કરી તેમાં કાજુ બદામની કતરણ અને એલચી તથા ઘી નાખી ને ભેળવી દો.ત્યાર બાદ સહેજ પાણી નાખી લોટ બાંધો.

  2. 2

    ત્યારબાદ નાનો લુવો કરી અને ચોપર સ્ટેન્ડ ની મદદ થી પ્રેસ કરો જેથી ચોરસ ખાના વાળી ડિઝાઇન બની જશે.

  3. 3

    ત્યાર બાદ ગેસ પર ધીમા તાપે તેલ માં તળી લો.

  4. 4

    હવે સૌપ્રથમ કાજુ ને મિક્સર માં પીસી લો અને રવા ને ધીમા તાપે શેકી લો.

  5. 5

    ત્યાર બાદ કડાઈ માં એક ચમચી ઘી મૂકી તેમાં દૂધ નાખો ત્યાર બાદ કાજુ,મિલ્ક પાઉડર,રવો,ખાંડ, ઈલાયચી નાખી ને થોડી વાર હલાવો પછી નીચે ઉતારી ઠંડું પડવા દો.

  6. 6

    ત્યાર બાદ આ મિશ્રણ ના ત્રણ સરખા ભાગ કરી ફૂડ કલર ભેળવી દો અને લુવા કરી લો.

  7. 7

    હવે પ્રથમ લાલ લુવા માં સફેદ લુવો કવર કરી લો અને પછી એ લુવા લુવા ને લીલા રંગ ના લુવા થી કવર કરી દો.

  8. 8

    થોડીવાર ફ્રીજમાં થવા દઈને પછી તેના કાપા કરી તરબૂચ ની ડિઝાઇન તૈયાર કરો. સ્વાદ માં સરસ બને છે તથા નાના બાળકો ને પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ (12)

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189
વાહ તમારા બિસ્કીટ જોઈ ને મને પણ તરત જ બનાવવાનું મન થઈ ગયું અને મેં પણ બનાવી મારા બાળકોને ખવડાવી ખૂબ ખુશ થઈ

Similar Recipes