સરગવાની સિંગ નું શાક અને રોટલી

Dharmishtha Purohit
Dharmishtha Purohit @cook_22598594

#ડિનર
# golden apron 3# week 1

શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યકિત
  1. 3 નંગસરગવાની સિંગ
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1 વાટકીખાટી છાશ
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. 3 ચમચીતેલ
  6. 1 ચમચીરાઈ
  7. પા ચમચી હિંગ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીચટણી
  10. 1 ચમચીનીમક
  11. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગના નાના ટુકડા કરો. તેમાં નમક અને પાણી નાંખી બાફી લો. થોડીવાર ઊકડવા દો. એક બાઉલમાં ખાટી છાશ અને ચણાનો લોટ મિક્સ કરો.

  2. 2

    એક પેનમાં ચાર ચમચી તેલ મૂકો. તેમાં રાઈ અને હિંગ અને લસણની ચટણી નો વઘાર કરો. ધીમી આંચ મા જ સરગવાની બાફેલી સીંગ ના ટુકડા નાખો. થોડી વાર ચઢવા દો.ત્યારબાદ તેમાં ખાટી છાસ અને ચણાના લોટનું કરેલું મિશ્રણ ઉમેરો. હવે તેમાં ચટણી મીઠું હળદર અને ધાણા જીરું ઉમેરો.

  3. 3

    હવે એકરસ થાય તે રીતે બધું હલાવી લો. ધીમી આંચ પર થાળી ઢાંકી ને ચડવા દો.. તો તૈયાર છે સરગવાની સિંગનું ચણા ના લોટવાળું શાક.. ગરમા ગરમ રોટલી સાથે પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmishtha Purohit
Dharmishtha Purohit @cook_22598594
પર

ટિપ્પણીઓ

Similar Recipes