સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ

સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 200 ગ્રામસરગવાની શીંગ
  2. 2 - 3 ચમચાચણાનો લોટ
  3. ૩ ચમચીદહીં
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 મોટી ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. 3-4 ચમચીતેલ
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1/2 ચમચી રાઈ
  10. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગને બરાબર ધોઈ તેના કટકા કરી લેવા

  2. 2

    શીંગ ના ટુકડા ને કુકરમાં બાફવા મુકી દો બેથી ત્રણ સીટી વગાડવી

  3. 3

    એક કડાઈમાં ૩ ચમચી તેલ મૂકી રાઈ તથા હિંગ મૂકો હવે ચણાનો લોટ ઉમેરી બરાબર શેકી લો

  4. 4

    લોટ સેકાઈ જાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી હાલ બરાબર હલાવી તેમાં પાણી ધીમે ધીમે ઉમેરો લોટમાં ગઠ્ઠા ન પડવા જોઈએ

  5. 5

    હવે તેમાં મીઠું હળદર ધાણાજીરૂ તથા દહીં ઉમેરી બરાબર હલાવો અને બાફેલી શીંગ પણ ઉમેરી દો મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો ઇચ્છો તો એમાં ખાંડ ઉમેરી શકો છો પણ આ શાક થોડુંક ખાટુ સારું લાગે છે તો તૈયાર છે સરગવાની શીંગ નું શાક તેને લીલા ધાણા થી ગાર્નીશ કરી રોટલા રોટલી કે પરોઠા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes