રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં દૂધ નાખી તેમાં બધી સામગ્રી ઉપર આપેલ માપ મુજબ ઉમેરી ગેસ ચાલુ કરી ઉકળવા મૂકી દેવું. * એકલા દૂધ ની ચા થોડી ઘટ્ટ લાગે છે. એટલે હું ચા માં પાણી નથી ઉમેરતી. *
- 2
ચા ને એકદમ ઉકાળો. જુઓ ચા નો ક્લર ફરી જાય ત્યાં સુધી ઉકાળો. અને બીજી બાજુના ગેસ પર માટી ની હાંડી કે ગ્લાસ જે અવેઇલેબલ હોય તે ગરમ કરવા મૂકી દો. * આ માટી ના વાસણ ને ધીમા તાપે ગરમ કરવાનું છે. નહિ તો કાળું થઇ જશે અને એ જોઈને જ એમાં ચા નાખવાનું મન નઈ થાય. * આ માટી ના વાસણ ને ફેરવતા રહેવું.
- 3
ચા એક દમ પાકી જાય એટલે એક વાસણ માં ગાળી લો. અને બિજી બાજુ એક ઊંડાઈ વાળું વાસણ લઇ તેમાં પેલી માટીની ફુલ ગરમ કરેલી નાની હાંડી મૂકી તેમાં ગાળેલી ચા નાખો. અને જુઓ તરત જ ઉભરો આવશે. અને ચા ની અંદર એટલી સરસ માટી ની સુગંધ બેસી જશે કે તમને તંદુરી ચા નો જાણે ચસ્કો લાગી જશે. વળી આમાં આપડે ફુદીનો પણ ઉમેર્યો છે. અને ઈલાયચી પણ ઉમેરી છે. તો આ તંદુરી ચા માં તમને આ બધા મસાલા નો ટેસ્ટ આવશે.
- 4
બસ તૈયાર છે આપડી તંદુરી ચા. આ ચા ને માટીના ગ્લાસ કે નાની હાંડી માં જ પીરસીએ તો બોવ જ સરસ અને યુનિક લાગે છે. * મિટ્ટી દી ખુશ્બૂ. મને આશા છે કે મારી આ રેસિપી તમને જરૂર થી ગમશે અને વતન થી દુર રહેતા લોકો ને વતન ની યાદ પણ અપાવશે. *અરે કોઈ મહેમાન ને પણ આપડા ઘર ની ચા યાદ રહી જશે.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા#સાઉથ Rekha Ramchandani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ