લાહજવાબ દહિવડા

Dhara Upadhyay
Dhara Upadhyay @cook_22659219
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 ટેબલ સ્પૂનખાવાનો સોડા
  2. 1કડાઈમાં વડા ડૂબે એટલા પ્રમાણમાં તેલ
  3. 2 કપઅડદની દાળ
  4. 1 કપમૂંગ દાળ
  5. સર્વિંગ માટે
  6. 1 નંગદાડમ
  7. 2 ટેબલ સ્પૂનશેકેલું જીરૂ પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનમરચુ પાવડર
  9. ઝીણી સેવ
  10. મસાલા વાળા બી
  11. સમારેલી કોથમરી
  12. ખાંડ પાવડર
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. જરૂરિયાત પ્રમાણે દહી
  15. ખજૂરની ચટણી
  16. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કપ મૂંગ દાળ અને બે કપ અળદની દાળ ને એક બાઉલમાં પાંચ કલાક માટે પલાળી રાખો

  2. 2

    હવે દાળને મિક્સરમાં બે મિનીટ સુધી ક્રશ કરો ત્યારબાદ તેને વીસ મિનિટ સુધી રેસ્ટ આપો

  3. 3

    રેસ્ટ આપ્યા બાદ હવે તેમાં 1 ટેબલ સ્પૂન ખાવાનો સોડા નાખો અને બરાબર તેને મિક્સ કરો હવે આપણા વડા માટેનું ડો અથવા ખીરૂ તૈયાર છે

  4. 4

    એક કડાઈ માં વડા ડૂબે એટલું તેલ ગરમ કરો હવે તેલમાં ધીરે ધીરે એક પછી એક વડા કડાઈમાં મૂકો અને તેને ધીરે ધીરે તેને સાઈડ બદલાવો... સાથે એક બાઉલમાં નોર્મલ પાણી લો હવે કડાઈમાં થી વડાને એક ડિશ માં પેપર ઉપર બહાર કાઢો.. તે વડાને નોર્મલ પાણીના બાઉલમાં મૂકો થોડીવાર બાદ તેમાંથી દબાવીને પાણી કાઢી બહાર મૂકો

  5. 5

    આપણા વડા તૈયાર છે તેને સર્વિંગ પ્લેટ પર લઈએ વડાને દહી, જીરુ પાવડર, મરચા પાવડર, દાડમ, કોથમરી ઝીણી સેવ, ખાંડ પાવડર, મસાલા વાળા બી, કોથમરી, ચાટ મસાલા,ખજૂરની ચટણી અને સ્વાદ અનુસાર મીઠું સાથે સર્વ કરી આપણા દહીવડા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Upadhyay
Dhara Upadhyay @cook_22659219
પર
#cookinglover #foodies
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes