કેશરીયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ભાત
#પોસ્ટ1
ખીર એ આપણા માટે નવું નામ નથી. ખીર એક સ્વાસ્થ્યપ્રદ , શીતકારી વાનગી છે જે આપણે અવાર નવાર બનાવતા હોઈએ છીએ. અમુક ખાસ પ્રસંગ અને તહેવાર માં ખીર ખાસ બને છે. એમ કહીએ કે ખીર વિના એ પ્રસંગ અધૂરા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 લિટરદૂધ
  2. 1/4 કપચોખા
  3. 1/4 કપખાંડ
  4. 1 ચમચીકેસર
  5. 1 ચમચીએલચી પાવડર
  6. તમારી પસંદ ના સુકામેવા,સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    દૂધ ને એક જાડા તળિયા વાળા અથવા નોનસ્ટિક વાસણ માં ગરમ મુકો. 2 ચમચા દૂધ બાજુ માં રાખવું. ભાત ધોઈ ને પલાળી દેવા.

  2. 2

    દૂધ ઉકળવાનું ચાલુ થાય એટલે પલાળેલા ચોખા માંથી પાણી નિતારી ને નાખો. કેસર ને બાજુ માંરાખેલ દૂધ માં પલાળી દો.

  3. 3

    હલાવતા રહેવું. ભાત ચડવા આવે એટલે ખાંડ નાખી ભેળવો.

  4. 4

    સાથે કેસર પણ નાખી દો.

  5. 5

    હવે જોશો તો ખ્યાલ આવશે કે દૂધ જાડું થવા લાગ્યું હશે. થઈ ગયું હોયતો એલચીપાવડર નાખી અને ભેળવીદો.

  6. 6

    ઠંડી થવા હૂંફાળી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes