કેળા ની વેફર

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#મોમ.આ વેફર મારા દીકરા દીકરી ને ખુબ ભાવે છે.

કેળા ની વેફર

#મોમ.આ વેફર મારા દીકરા દીકરી ને ખુબ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5કાચા કેળા
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીમરી પાઉડર
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળા ને ધોઈ ને છાલ ઉતારી લો. પછી એને હાથ વડે મીઠું લગાવી દો. બે જ કેળા છોલી ને મીઠું ચોપડવું. એ બેની વેફર પડી જાય પછી જ બીજા નીપછી જ છાલ ઉતારો. તેલ ગરમ થાય એટલે સ્લાઇડર વડે વેફર ડાયરેક્ટ કઢાઈ માં જ પાડી લો.

  2. 2

    વેફર પાડો ત્યારે ગેસ એકદમ ધીમો કરી દેવો. પછી વેફર એની જાતે ઉપર આવે ત્યારે ગેસ ફૂલ કરી દો. ઝારા માં અવાજ આવતો થાય એટલે વેફર બહાર કાઢી લ્યો. બધી જ વેફર આમજ તળી લો. મે થોડી લાંબી વેફર પણ પાડી છે.

  3. 3

    બસ હવે એક ડબ્બા માં ભરી સ્ટોર કરી લો. ભર્યા પેહલા મરી પાઉડર ભભરાવી દો. કેળા પર મીઠું લગાવ્યા બાદ તળવા થી વેફર ક્રિસ્પી બને છે અને કેળા કાળા પણ નથી પડતાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes