કેળા વેફર(Kela wafer recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#ઉપવાસ
#પોસ્ટ1
અહી કાચા કેળા માંથી વેફર બનાવેલ છે. આ વેફર બનાવવી ખુબ સરળ છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. આ વેફર ઉપવાસ માં અને બીજા કોઈ પણ સમયે સૂકા નાસ્તા માં પણ માણી શકાય.

કેળા વેફર(Kela wafer recipe in gujarati)

#ઉપવાસ
#પોસ્ટ1
અહી કાચા કેળા માંથી વેફર બનાવેલ છે. આ વેફર બનાવવી ખુબ સરળ છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. આ વેફર ઉપવાસ માં અને બીજા કોઈ પણ સમયે સૂકા નાસ્તા માં પણ માણી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કિલોકાચા કેળા
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1 ટેબલસ્પૂનમરી પાઉડર
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તેલ ને મધ્યમ તાપે ગરમ કરવા મૂકો.

  2. 2

    હવે કાચા કેળા ની છાલ કાઢી લો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે વેફર પાડવા ના મશીન ની મદદ થી સીધા તેલ માં જ વેફર પાડો.

  4. 4

    વેફર ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય એવી તળી લો.

  5. 5

    વેફર પર મીઠું અને મરી પાઉડર ભભરાવી લો.

  6. 6

    આવી રીતે બધા કેળા ની વેફર બનાવી લો.

  7. 7

    વેફર ને હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.

  8. 8

    તૈયાર છે કાચા કેળા ની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes