ચાય-પુરી (Chai puri recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. 1 વાડકીઘઉંનો ઝીણો લોટ
  2. અડધી વાટકી રવો
  3. 1 વાટકીધોયેલી તાંદળજાની ભાજી
  4. 2 નંગમરચા
  5. 2 ટેબલસ્પૂનતેલ (લોટના મોવણ માટે)
  6. પુરી તળવા માટે તેલ (પ્રમાણસર)
  7. મીઠું ટેસ્ટ મુજબ
  8. 1 ટીસ્પૂનતલ
  9. હાફ ટીસ્પૂન અજમો
  10. 1 ટીસ્પૂનધાણાજીરું
  11. ચપટીહિંગ
  12. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    તાંદળજાની ભાજી ધોઈ કોરી કરી તેમાં બે મરચાં નાખી મિક્સરમાં પેસ્ટ તૈયાર કરી લેવી. પુરી માં નાખવાની તમામ સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    ઘઉંના લોટમાં રવો ઉમેરી 2 ટેબલ સ્પૂન તેલ નાખી લોટ ના બે ભાગ પાડી એક ભાગમાં તમામ મસાલા એડ કરી દેવા. લોટમાં બરાબર મસાલા ભેળવી દેવા. ત્યારબાદ તાંદળજાની ભાજી ની પેસ્ટ વડે લોટ બાંધી લેવો. જરૂર પડે તો પાણી ઉમેરવું. પૂરી જેવો લોટ બાંધવો. એવી જ રીતે બીજા અલગ લોટમાં માત્ર હળદર મીઠું અજમો નાખી પાણી વડે લોટ બાંધી લેવો.

  3. 3

    બાંધેલા લોટને દસ મિનિટ સુધી મૂકી રાખો. ત્યારબાદ લોટના ગુલા બનાવી તેની પૂરી વણી અને તળી લેવી. ગરમા ગરમ ચા સાથે ફ્રેશ પૂરી ખાવાની મજા આવે છે.

  4. 4

    અહીં ફોટા માં બતાવ્યા પ્રમાણે પૂરીને આકાર આપી વિવિધતા લાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes