નમકીન ઠેઠરી(namkin thethri recipe in gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#વેસ્ટ
#cookpadindia
#cookpadguj
નમકીન ઠેઠરી એ છત્તીસગઢની સુપ્રસિદ્ધ, લોકપ્રિય વાનગી અને પારંપારિક પકવાન છે. છત્તીસગઢની પરંપરામાં ઠેઠરીના સ્વાદનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીજના તહેવાર પર આ પકવાન અનિવાર્ય છે. અને તહેવાર પર આ ઠેઠરી બજારમાં પણ વેચાતી હોય છે.આ નમકીન ઠેઠરીને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

નમકીન ઠેઠરી(namkin thethri recipe in gujarati)

#વેસ્ટ
#cookpadindia
#cookpadguj
નમકીન ઠેઠરી એ છત્તીસગઢની સુપ્રસિદ્ધ, લોકપ્રિય વાનગી અને પારંપારિક પકવાન છે. છત્તીસગઢની પરંપરામાં ઠેઠરીના સ્વાદનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીજના તહેવાર પર આ પકવાન અનિવાર્ય છે. અને તહેવાર પર આ ઠેઠરી બજારમાં પણ વેચાતી હોય છે.આ નમકીન ઠેઠરીને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 કપચણાનો લોટ (ઝીણો)
  2. ૧/૨ ટી સ્પૂનઅજમો
  3. ૧/૨ ટીસ્પૂનહળદર
  4. ૧ ટીસ્પૂનમરચાં પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૨ ટેબલસ્પૂનતેલ (મોવણ માટે
  7. તળવા માટે તેલ (આવશ્યકતા અનુસાર)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને ચાળી લેવો. ત્યારબાદ તેમાં મોવા નું 2 tbsp તેલ ગેસ ઉપર ગરમ કરી લેવું. અને આ ગરમ તેલ લોટમાં નાખવું. ચમચીની મદદથી મિક્સ કરી લેવું. હવે લોટમાં ૧/૨ ટી ચમચી અજમો,૧/૨ ટી ચમચી હળદર, ૧ ટી ચમચી મરચાં પાઉડર, જરૂરિયાત મુજબ મીઠું એડ કરી તેનો કડક લોટ તૈયાર કરી લેવો. લોટને મસળી ને સરસ smooth કરી લેવો.

  2. 2

    હવે આ લોટમાંથી પૂરી જેવડાં નાના લુવા લઇ તેનો રોલિંગ બોર્ડ પર લાંબો રોલ વાળવો. એ રોલને ફરીથી ડબલ વાળી દેવો. અને ફરીથી ફોટા માં બતાવ્યાં મુજબ આકાર આપી દેવો. આમ તો તેના ઘણા આકાર આપી શકાય છે પણ છત્તીસગઢી પરંપરામાં ઠેઠરીનો આ જ આકાર હોય છે.

  3. 3

    આ રીતે બધી જ ઠેઠરી તૈયાર કરી લેવી. ત્યારબાદ ગેસ ઉપર ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં આ ઠેઠરી તળવા નાખવી. ત્યારબાદ ગેસ ધીમો કરી દેવો. આ ઠેઠરી ને તળાતા સાતથી આઠ મિનિટ લાગે છે. સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને કાઢી લેવી. તેના ઉપર થોડું મરચું ભભરાવવું. બસ તૈયાર છે છત્તીસગઢી નમકીન ઠેઠરી !!!

  4. 4

    આ ઠેઠરીને તમે મનપસંદ રીતે ગોઠવી આકર્ષક બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes