સ્વીટ ભાખરી (Sweet Bhakhari recipe in gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

સ્વીટ ભાખરી (Sweet Bhakhari recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪0 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો કરકરો લોટ
  2. ૧/૪ કપઘઉંનો ઝીણો લોટ
  3. ૧ ટેબલ સ્પૂનસોયાબીન નો લોટ
  4. ૧/૨ કપગોળ
  5. 2 ટેબલસ્પૂનતેલ (લોટના મોવણ માટે)
  6. ૧ ટેબલ સ્પૂનખસખસ
  7. ૧/૨ટેબલ ટીસ્પૂન ઈલાયચી પાવડર
  8. ભાખરી પકવવા માટે જરૂરી તેલ

રાંધવાની સૂચનાઓ

૪0 મિનિટ
  1. 1

    ગોળમાં ૧/૨ કપ પાણી નાખી, ગેસ ઉપર બે મિનિટ માટે ગરમ કરવું, હલાવવું એટલે ગોળ ઓગળી ને ગળ્યું પાણી તૈયાર થઇ જશે. ઘઉંનો કરકરો લોટ તથા ઝીણો લોટ મિક્સ કરી તેમાં 1 ટેબલ સ્પૂન સોયાબીનનો લોટ નાખવો. ઈલાયચી પાવડર નાખો. તેલનું મોણ નાખો.

  2. 2

    હવે ગોળના પાણી વડે લોટને ભાખરી જેવો બાંધી લેવો.દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

  3. 3

    હવે લોટને બરાબર મસળીને તેના માપસરના ગુલ્લા બનાવી, તે ગુલ્લા ઉપર ખસખસ ચોંટાડી ભાખરી વણી લેવી.

  4. 4

    ધીમા ગેસે ભાખરીને ચડાવવી. બંને બાજુ જરૂર મુજબ તેલ લગાવવું. આ ભાખરી નો ટેસ્ટ ગળ્યા બિસ્કીટ જેવો આવે છે.

  5. 5

    આ ભાખરી બટાકા ની સુકી ભાજી કે ગ્રીન ચટણી કે કોઈપણ લચકો દાળ સાથે સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes