અમૃતસરી કુલ્ચા

Sangita Jani
Sangita Jani @sangitajani0805
Ahemdabad

અમૃતસરી કુલ્ચા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૧ કપઘઉંનો લોટ
  3. 1 ચમચીખાંડ
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 4 મોટી ચમચીઘી
  6. અડધો કપદહીં
  7. અડધી ચમચી બેકિંગ પાવડર
  8. ચમચીબેકિંગ સોડા
  9. પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  10. અડધી ચમચી બટર લોટ મસળવા માટે
  11. સ્ટફિંગ બનાવવા માટે
  12. 1 ચમચીસૂકા ધાણા
  13. 1 ચમચીજીરૂ આ બંને મસાલાને પાંચ મિનિટ શેેેેકીને કીક અધકચરા વાટી લેવા
  14. ૧ ચમચીજીરું ધાણા નો મસાલો
  15. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  16. ૩-૪લીલા મરચા ઝીણા સમારેલા
  17. અડધી વાટકી કોથમીર ઝીણી સમારેલી
  18. 1 ચમચીkalonji
  19. ૪ નંગબટાકા બાફેલા મેશ કરેલા
  20. 1 ચમચીઆમચૂર પાવડર
  21. મીઠુ સ્વાદ મુજબ
  22. અડધી ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો ઘઉંનો લોટ ખાંડ દહી બેકિંગ સોડા બેકિંગ પાવડર ઘી સ્વાદ મુજબ મીઠું બરાબર હાથેથી મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં પાણીથી લોટ બાંધી મીડીયમ લોટ બાંધવો અને બટર થી મસળીને ભીના કપડાથી ઢાંકી રેસ્ટ આપો

  2. 2

    સૌપ્રથમ જીરુ અને આખા સૂકા ધાણાને પાંચ મિનિટ માટે શેકીને તેને અધકચરા વાટી લો આ મસાલો એક ચમચી ઉમેરવાનો છે

  3. 3

    હવે એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા મરચાં ઝીણી સમારેલી કોથમીર ૧ ચમચી જીરું સૂકા ધાણા નો મસાલો આમચુર પાવડર બાફી ને મેશ કરેલા બટાકા મીઠું સ્વાદ મુજબ આ બધું બરાબર મિક્સ કરીને તેનો પૂરણ બનાવી લો છેલ્લે બટર ઉમેરી ને મિક્સ કરી લો હવે તવો ગરમ કરી લો હવે બીજી તરફ બાંધેલા લોટમાંથી એકસરખા લુઆ કરી અને હાથની મદદથી વાટકા નો આકાર આપી તેની અંદર પૂરણ ભરીને તેને વણી લો કુલ થોડો જાડો રાખવાનો છે હવે ઉંધી તરફ પાણી લગાવીને તવા ઉપર પાથરી દો હવે ઉપરની તરફ થોડું પાણી લગાવીને જીરું ધાણા નો મસાલો ભભરાવી દો

  4. 4

    કલોંજી અને કોથમીર ભભરાવીને તેને હાથથી દબાવી દો હવે નીચેની તરફ ધીમા ગેસ પર શેકી લેવાનો છે અેક મીનીટ પછી તવા ને સાણસી ની મદદથી ઊંધો કરી ગેસ ની flame શેકી લો બ્રાઉન કલરનો થાય એટલે તેને પ્લેટમાં લઇ બટર લગાવીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Jani
Sangita Jani @sangitajani0805
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes