રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપરવો
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 1 કપદહીં
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. 2ડુંગળી ઝીણી સમારેલી
  7. 2ટામેટાં ઝીણા સમારેલા
  8. 2 ચમચીચાટ મસાલો
  9. ચારથી પાંચ ચમચી કોથમીર ઝીણી સમારેલી
  10. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મિક્સરની એક જારમાં બે કપ રવો લઈ તેને ગ્રાઈન્ડ કરી લો. જો ઝીણો રવો હોય તો ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી.

  2. 2

    હવે એક વાસણમાં રવો કાઢી તેમાં 1/2 કપ ઘઉંનો લોટ અને ૧ કપ દહીં ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરીને બે મિનિટ સુધી તેને whisk કરવાનું છે.

  3. 3

    રેગ્યુલર ઢોસાના ખીરા જેટલું જ આ ખીરું પણ જાડુ રાખવાનું છે માટે જરૂર પ્રમાણે થોડું-થોડું પાણી એડ કરો અને બરાબર હલાવતા રહો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી અને બેટર ને ઢાંકીને 1/2કલાક માટે રેસ્ટ આપો.

  4. 4

    હવે ત્યાં સુધીમાં તેમાં ભરવાનો મસાલો તૈયાર કરી લો.

  5. 5

    હવે 1/2કલાક પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરી જો ખીરુ વધારે જાડું હોય તો જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું બરાબર મિક્સ કરી લો અને નોનસ્ટીક પેન પર ઢોસો પાથરો.ઉપર મસાલો નાખી અને 1 2 મિનિટ માટે શેકાવા દો

  6. 6

    ઢોસો નીચેથી ક્રિસ્પી અને બ્રાઉન કલરના થઈ જાય એટલે નીચે ઉતારી લો અને નાળિયેરની ચટણી અને સાંભાર સાથે ગરમા ગરમ સર્વ કરો.

  7. 7

    તૈયાર છે એકદમ જલ્દી બની જાય એવા રવા ઢોસા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes