પનીર અંગારા (paneer Angara recipe in Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામપનીર
  2. 2 ચમચીમલાઇ
  3. 10કાજૂ
  4. 1 ચમચીલાલ મરચુ
  5. 1 ચમચીકાસમીરી લાલ મરચુ
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીકીચન્કીન્ગ મસાલો
  8. 1 ચમચીગરમ માસાલો
  9. 1 ચમચીધાણા જીરુ પાઉડર
  10. 1 ચમચીકસૂરી મેથી
  11. 2 ચમચીમીઠું
  12. 4લાલ મરચાં આખા
  13. 2તમાલપત્ર
  14. 10-12મરી
  15. 4લવિંગ
  16. 3ઈલાયચી
  17. 1બાદીયુ
  18. 2 ટુકડાતજ
  19. 7 ચમચીતેલ
  20. 1કેપ્સિકમ
  21. 2કાંદા
  22. 3ટામેટા
  23. 2 ટુકડાઆદુ
  24. 10કડી સૂકું લસણ
  25. 2કોલસા. (ગુધાર માટે)
  26. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં એક ચમચી તેલ લઇ બધા આખા મસાલા સાંતળો બરાબર સતતડાય ઍટલે એમા સમારેલા કાંદા લસણ, ટામેટા, આદુ ઉમેરી બરાબર ચડી જાય ત્યાં સુધી સંતાડી ગેસ પરથી ઉતારી ઠંડુ પડવા દો. પનીર ના મોટા ચોરસ ટુકડા કરી દો. 100 ગ્રામ જેટલું પનીર છીણી લ્યો.

  2. 2

    હવે બધું ઠંડુ પડે એટલે મિક્સર જાર માં લય એકદમ સ્મૂધ ક્રશ કરી લ્યો. હવે એક કઢાઇ માં 7 ચમચી તેલ ગરમ કરવા મુકો. એમા બનાવેલ પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. એમા કેપ્સિકમ અને બધા મસાલા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી એમા 1 ગ્લાસ પાણી ઉમેરી હલાવી લ્યો એમા છીણેલું પનીર ઉમેરો. પછી પનીર ના ટુકડા ઉમેરી હલાવી 2 મિનિટ ઢંકાણ ઢાંકી થવા દો.

  3. 3

    હવે એમા મલાઇ ઉમેરી કસુરી મેથી નાખી મિક્સ કરી દો હવે કોલસાને ગેસ પર સળગાવી દો.

  4. 4

    હવે શાક પર કેપ્સિકલ ની એક સ્લાઈસ મૂકી સળગતો કોલસો એનાપર મૂકી એક ચમચી બટર રેડી તરતજ ઢાંકણ ઢાંકી 10 મિનિટ આમજ રહેવા દો. પછી કોલસો કાઢીનાંખો, હવે સર્વ કરો સુપરટેસ્ટી પંજાબી સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes