પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે.

પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)

#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૦૦ ગ્રામ - પનીર
  2. ૩- કાંદા
  3. ૩-ટામેટા
  4. ૨- લીલા મરચા
  5. ૧- ટુકડો આદુ
  6. ૮/૧૦- કળી લસણ
  7. ૨ ચમચા- કાજુ ના ટુકડા
  8. ૨ ચમચી- લીલાધાણા ની દાંડી
  9. ૧/૨- કેપ્સીકમ
  10. મીઠુ - સ્વાદાનુસાર
  11. ૨ ચમચી- કશ્મીરી લાલ મરચુ
  12. ૧ ચમચી- હલદી
  13. ૧ ચમચી- ધાણાજીરૂ
  14. ૧ ચમચી - ગરમ મસાલો
  15. ૧ ચમચી- કસુરી મેથી
  16. ૧ ચમચી- કેચઅપ
  17. ૨ ચમચી- મલાઇ
  18. ૩- લવિંગ
  19. ૧ - ટુકડો તજ
  20. ૧- તજપત
  21. ૧- બાદીયુ
  22. ૧- એલચો
  23. ૩ ચમચી - તેલ
  24. ૨ ચમચી- બટર
  25. કોલસો ધુંગાર કરવા માટે
  26. ૨- આખા સુકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગે્વી માટે કાંદા,ટામેટ,લસણ,આદુ,મરચા ને મોટા ટુકડામાં સમારી લેવુ...એમાથી જ થોડા ટુકડા કાંદા, ટામેટ ના સાઇડ મા રાખવા....એની સાથે પનીર ને કેપ્સીકમ ના ટુકડા કરી લેવા.પેન મા ૧ ચમચી બટર લઇ પનીર,કાંદા,ટામેટાને કેપ્સીકમ ના પીસ શેલો ફા્ય કરી લેવા.

  2. 2

    હવે એજ પેન મા તેલ લઇ ગે્વી કરવા માટે ખડા મસાલા ને વઘાર કરવો....એમા કાંદા,ટામેટા,કાજુ,ધાણા ની દાંડી,આદુ,મરચા,લસણ ને સાંતળવા.બધુ થોડું નરમ થાય પછી સુકા મસાલા કરવા.તેલ છુટુ પડે પછી થોડું પાણી ઉમેરી થવા દેવું.

  3. 3

    ૫/૧૦ મિનીટ બાદ ગેસ બંધ કરી મીક્ષર ને ઠંડું થવા દેવું.ઠંડુ થયા બાદ....મીક્ષી મા પીસી લેવુ.ગાળીને સાઇડ મા રાખવુ

  4. 4

    પેન મા તેલ ગરમ કરી કશ્મીરી લાલ મરચુ અ ને ધાણાજીરૂ વઘારવું.એમા ગાળેલી ગે્વી એડ કરવી.....કસુરી મેથી,કેચઅપ એડ કરવો.સાંતળેલા શાક અને પનીર એડ કરી થોડીવાર ખદખદવા દેવું.જરુર લાગે તો થોડું ગરમ પાણી એડ કરવુ.

  5. 5

    મલાઇ એડ કરી બરાબર હલાવી ગેસ બંધ કરવો.ધુંગાર માટે કોલસા ને સળગાવવો.શાક ના પેન મા વચ્ચે કાંદા ની ગોળ સ્લાઇસ મુકી એના પર સળગતો કોલસો મુકવો,ઉપર બટરનુ એક ડોલેપ મુકી તરત પેન ને ઢાંકી દેવું

  6. 6

    ૫ મિનીટ પછી ઢાંકણ ખોલી....કોલસો ને કાંદા ની સ્લાઇસ ને બહાર કાઢી લેવા.સ્મોકી ફ્લેવર વાળી પનીર અંગારા સબ્જી રેડી થઇ ગઇ.....જેને મે....બટર ગાલીઁક નાન,પાપડ,રાયતા મરચાંને કાંદા ની સ્લાઇસ,લીંબુ ની ચીર સાથે સ્વ કયુઁ
    છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes