મીની ખસ્તા કચોરી

Swara Mehta
Swara Mehta @cook_21784538
સૂરત

#સ્નેક્સ

મીની ખસ્તા કચોરી

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૬-૧૭ નંગ
  1. ૩ વાડકીઘઉં નો લોટ
  2. ૧ વાડકીચણા નો લોટ
  3. ૨ ચમચીગરમ મસાલો
  4. ૧ ચમચીમરચું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીઅજમો
  7. ૧/૨ ચમચીમરી પાઉડર
  8. ૧/૨ ચમચીસંચળ
  9. ૧ ચમચીબૂરું ખાંડ
  10. લીંબુ નો રસ
  11. ૩ ચમચીતેલ (સ્ટફિંગ માં)
  12. ૪ ચમચીતેલ મોણ માટે(લોટ માં)
  13. તળવા માટે તેલ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા કઢાઈ માં અથવા પેન માં ચણા નો લોટ લઈ સુગંધ આવે ત્યાં સુધી સેકી લો.પછી થોડો ઠંડો થવા દો

  2. 2

    સહજ ગરમ હોય ત્યારે તેમાં મરચું,ગરમ મસાલો,સંચળ,હળદર, બૂરું ખાંડ,મીઠું(સંચળ નાખ્યું છે તેથી એ પ્રમાણે),લીંબુ નો રસ અને તેલ નાખી સરખું મિક્ષ કરી લો.

  3. 3

    પછી કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું,અજમો (હાથે થી મસળી ને નાખવો), મરી પાઉડર અને મોણ નાખી સરખું મિક્ષ કરી સહજ કઠણ લોટ બાંધવો.

  4. 4

    પછી લોટ એક સરખા લુવા કરી પૂરી વની લેવી.

  5. 5

    પછી પૂરી માં એક ચમચી સ્ટફિંગ ભરી બધી બાજુ થી સરખું બંધ કરી ફરી હળવા હાથે વની લેવું

  6. 6

    બધી પૂરી એ જ રીતે ભરી તૈયાર કરી દેવી.

  7. 7

    પછી કડાઈ માં તેલ ગરમ થાય પછી કચોરી તેલ માં મૂકી ઝારા ની મદદ થી શેહજ દબાવવી એટલે કચોરી ફૂલસે.

  8. 8

    તેને ધીમા તાપે તળવી..

  9. 9

    તો તૈયાર છે મીની ખસ્તા કચોરી તેને મે દહીં કેચઅપ ડુંગળી અને ઝીણી સેવ સાથે સર્વ કરી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swara Mehta
Swara Mehta @cook_21784538
પર
સૂરત

Similar Recipes