કેરી આદુ અને લસણનું અથાણું

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
શેર કરો

ઘટકો

  1. રાજાપુરી કેરી
  2. 300 ગ્રાન લસણ
  3. 250 ગ્રામ અથાણાનો મસાલો
  4. 500 ગ્રામ તેલ
  5. 100 ગ્રામ આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૨ રાજાપુરી કેરી લઈ તેની છાલ ઉતારીને ખમણીથી ખમણી લો હવે 300 ગ્રામ લસણ લઈ તેના ફોતરા ઉતારીને મિક્સરમાં અધકચરા પીસી લો હવે આદુંને પણ ક્રશ કરી લો.

  2. 2

    હવે ગેસ ઉપર એક લોયુ મુકી પછી તેમાં તેલ મૂકો તેલ ગરમ થાય બાદ તેમાં લસણ ઉમેરો તેને બ્રાઉન થવા દો પછી તેમાં આદુની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં ખમણેલી કેરી ઉમેરો હવે બધું મિક્સ કરીને એકાદ મિનીટ સાંતળો પછી તેમાં અથાણાનો મસાલો નાખી હલાવો તેમાં જરૂર પડે તો ચટણી મીઠું હળદર નાખી મિક્સ કરો હવે તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો પછી તેને એક કાચની બરણીમાં ભરી લો અને જરૂર પડે તો તેલ ગરમ કરી ઠંડુ થઈ ગયા પછી તેમાં નાખવું અહીં આપણે એક કાચના બાઉલમાં કાઢીને સર્વ કર્યું છે

  3. 3

    ખરેખર ટેસ્ટી બન્યું છે તમો પણ જરૂરથી બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

ટિપ્પણીઓ

Similar Recipes