ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#EB
Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 1કપ સૂકી મેથી
  2. 1/2કપ દેશી ચણા
  3. 250ગ્રામ રાજાપુરી કાચી કેરી
  4. 400તેલ
  5. 200રામદેવ અથાણાનો મસાલો
  6. 2સ્પૂન કાળામરી
  7. 1સ્પૂન હળદર
  8. 2સ્પૂન મીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પહેલા ચણા, મેથી અલગ - અલગ પાણીમા ઓવર નાઈટ પલાળી દો.અને સવારે ચારણીમાં નિતરવા મૂકી દો. કેરીના ટુકડા કરીને હળદર, મીઠું નાખી 5 કલાક પલાળી દો. કેરીમાંથી ખાટુ પાણી નીકળે તેમાં મેથી ઓવરનાઇટ પલાળી દો એટલે મેથીની કડવાશ નીકળી જશે. અને કેરીના ટુકડાને ડબ્બામાં રાખી મૂકી દો.

  2. 2

    બીજે દિવસે સવારે ખાટાં પાણીમાંથી મેથીને કાઢી પેપરમાં 3 થી 4 કલાક સુકવી લો.અને ગેસ પર તેલ ગરમ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.

  3. 3

    હવે એક બાઉલમા ચણા,મેથી, કેરી ના ટુકડા, અથાણાનો મસાલો અને 2 સ્પૂન તેલ નાખી મિક્સ કરી લો. તૈયાર છે આપણું ચણા મેથી નું ખાટું અથાણુ..

  4. 4

    કાચની બરણીમાં ભરતી વખતે કાળામરી અને તેલ નાખવું. આ અથાણું 1વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. 2 દિવસ પછી જમવાની થાળી મા સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes