આદુ લસણ અને કેરી નું અથાણું

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
શેર કરો

ઘટકો

  1. 2- રાજાપુરી કેરી
  2. 500 ગ્રામ- લસણ ની કળી
  3. 250 ગ્રામ- આદુ
  4. 250 ગ્રામ- ખાટા અથાણાં નો મસલો
  5. 250 ગ્રામ- તેલ (સીંગતેલ)
  6. 2 ચમચી- મરચુ
  7. મીઠું - સ્વાદપ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ ને છોલી ને ઝીણા કટકા કરી લો.

  2. 2

    આદુ ને ધોઈ કોરો કરી છોલી લેવું.લઈ અને લસણ ને છોલી અલગ અલગ અધકચરા ક્રશ કરી લેવા.

  3. 3

    તેલ ગરમ મૂકી લસણ અને આદુ ને ધીમા તાપે સાંતળી લો અને ઠંડુ થવા દો.

  4. 4

    હવે એક તપેલીમાં કેરી ના ઝીણા કટકા અને અથાણાં નો મસાલો નાખી મિક્સ કરવું.

  5. 5

    હવે તેમાં લસણ,કેરી અને આદુ નાખી સરખી રીતે મિક્સ કરો.

  6. 6

    મીઠું મરચું નાખી ને સરખું મિક્સ કરવું. હવે સિંગ તેલ ને ગરમ કરી ઠંડુ પાડી પછી અથાણાં માં મિક્સ કરવું.

  7. 7

    આ અથાણું ફ્રીજ માં રાખવાનું હોય છે.

  8. 8

    તો તૈયાર છે આદુ લસણ અને કેરી નું અથાણું..

  9. 9

    આ અથાણું તમે પરોઠા, થેપલા, કે પછી ખીચડી સાથે ખુપ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

ટિપ્પણીઓ

Similar Recipes