બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે.

બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)

આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. ૧/૨ ચમચીજીરૂમીઠું (સ્વાદમુજબ)
  3. ૨ ચમચીતેલ
  4. ૨ ચમચીમોળું દહીં
  5. પાણી જરૂર મુજબ
  6. ઘી રોટલી પર ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લઈ એમાં જીરૂમીઠું, તેલ અને દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

  2. 2

    હવે થોડુ થોડુ પાણી ઉમેરી રોટલી ના કણક જેવી કણક તૈયાર કરવી અને અડધો કલાક થી એક કલાક જેવો રેસ્ટ આપવો

  3. 3

    હવે સરખા ભાગે લુઆ કરી લેવાં.

  4. 4

    હવે ૨ લુઆ લોટ મા અટામણ માં બોળી હાથ થી જરા થેપી એક લુઆ પર તેલ લગાવી થોડો લોટ છાંટવો ઉપર બીજો લુઆ ને થેપી ને મૂકવો હવે બંને બાજુ થી ફેરવી ને વણવી જેથી આકાર બરાબર રહે

  5. 5

    હવે ગરમ તવા પર ધીમા તાપે એક બાજુ શેકવી પછી ગેસ ફૂલ કરી બીજી બાજુ શેકી લેવી

  6. 6

    હવે તવા પર થી લઈ ગેસ ની આંચ પર થોડી શેકી લેવી. આ રોટલી ના પડ શેકતી વખતે જ ખૂલવા માંડશે. એટલે ન ખીલે કેમકે વરાળ નીકડી જાય

  7. 7

    હવે રોટલી ને થોડી પટકવી એટલે પડ છૂટા પડી જશે ૨ રોટલી તૈયાર બહાર ના ભાગે ઘી લગાવી ગરમાગરમ રોટલી કેરી ના રસ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes