કાઠિયાવાડી દેશી ખાણું
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ અને ચોખા ધોઈને બે ત્રણ કલાક સુધી પલાળી રાખો
- 2
કુકરમાં દાળ બફાઈ જાય એટલે બ્લેંડર થી એકરસ કરી તેમાં જરૂર થી વધારે ત્રણ વાટકી પાણી નાખીને મીઠું હળદર લાલ મરચાં નો પાઉડર ધાણા જીરૂ નાખીને સુધારીને રાખેલ ટમેટું લીલાં મરચાં આદુ નું ખમણ ગોળ નાખી ઉકળવા દો
- 3
પછી તપેલીમાં ઘી તેલ ગરમ કરી તેમાં રાઈ જીરૂ મેથી તજ લવિંગ લાલ સુકૂ મરચું હિંગ અને લાલ સુકા મરચાં નો પાઉડર નાખીને વઘાર કરી ને તેમાં લીંબુનો રસ કોથમીર લીમડાના પાન નાખો તૈયાર છે ગરમાગરમ તુવેર દાળ
- 4
લોયામા પલાળી રાખેલ ચોખા માં બે ચપટી મીઠું બે ચમચી ઘી છ સાત ટીપાં લીંબુનો રસ નાખી દીધા બાદ ઉપર થાળી ઢાંકી તેની ઉપર પાણી રાખી ધીમા તાપે રહેવા દો તૈયાર છે ગરમાગરમ ભાત
- 5
લીલી ચોળી ધોઈને સુધારીને બટેટા ની છાલ ઉતારી સુધારીને લસણ ની કળી ફોલી લસણની ચટણી બનાવી લો કુકરમાં તેલમાં જીરૂ હિંગ લસણની ચટણી નાખી શાક વઘારી હળદર મીઠું નાખી હલાવી થોડુંક પાણી નાખીને શાક ચડવા દો તૈયાર છે ગરમાગરમ ચટાકેદાર શાક
- 6
ટીંડોળા મરચાં સારી રીતે ધોઈ સુધારીને રાખો લોયામા તેલમાં રાઈ જીરૂ મેથી હિંગ નો વઘાર કરી ને તેમાં ધોઈને સુધારીને રાખેલ ટીંડોળા મરચાં નાખી હળદર મીઠું નાખી હલાવી થોડી વાર પછી ગેસ પરથી ઉતારી લો તૈયાર છે ગરમાગરમ સંભારો
- 7
ઘઉં નો લોટ લેવો તેમાં સરખું મોણ ભેળવી લોટ બાંધી લો અને વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી ફૂલકા રોટલી બનાવી લો અને ઘી લગાવી દો તૈયાર છે ગરમાગરમ રોટલી
- 8
જૂનાગઢ ની ઓર્ગેનિક કાચી કેસર કેરી લઈ ઘરે દાબો નાખ્યો છે તૈયાર છે પાકી કેસર કેરી
- 9
તૈયાર છે કાઠિયાવાડી દેશી ખાણું તુવેર દાળ ની ઉપર થી હલાવતાં પહેલા ઓસામણ અલગ તપેલીમાં કાઢી લો હવે થાળી પીરસો તુવેર દાળ ભાત તુવેર દાળ નું ઓસામણ લીલી ચોળી બટેટા નું ચટાકેદાર શાક ટીંડોળા મરચાં નો સંભારો ફૂલકા રોટલી અને જૂનાગઢ ની કેસર કેરી તો હોય જ તો તૈયાર છે તૈયાર છે પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું
- 10
સોરી ફોટા ઝાંખા પડ્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
-
-
કાઠિયાવાડી થાળી
#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી Minaxi Agravat -
કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો
પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો Minaxi Agravat -
-
-
કાઠિયાવાડી લસણિયા કઢી
#AM1#cookpadindia#cookpadgujratiકઢી અને ખીચડી કાઠિયાવાડી લોકો નો સાંજ નો મુખ્ય ખોરાક.એમાં પણ લસણ વાળી ખાટી મીઠી કઢી હોય તો તો જલસા જ પડી જાય.ખીચડી કે રોટલા જોડે રાત્રે જમવાં માં લઇ શકાય. Bansi Chotaliya Chavda -
કાઠિયાવાડી (ખાંડ-ગોળ વગર) થાળી
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાંડ અને ગોળ વગર સ્વાદિષ્ટ રસોઈ Minaxi Agravat -
કાઠિયાવાડી ભાણું
#માઇલંચ ગળી રોટલી ખાવા માં બહુ મસ્ત લાગે અને કઢી સાથે તો બહું જ મસ્ત લાગે છે થોડુક ગળ્યું અને થોડુક તીખું ખાવા માં બહુ જ મઝા આવે છે Pragna Shoumil Shah -
મેથીની ભાજી ઘંઉ બાજરા ના ઢેબરાં
#કાંદાલસણસાજે જમવામાં અને સવારે નાસ્તા માટે સુપાચ્ય છે Minaxi Agravat -
-
-
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે Minaxi Agravat -
-
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#કાઠિયાવાડી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
કાઠિયાવાડી થાળ
#એનિવર્સરી#વીક 3# મેઈન કોર્ષઆજે મેં કાઠિયાવાડી થાળ માં લસણયા બટેટા પાલખ ખીચડી અને પરોઠા બનાવ્યા છે Dipal Parmar -
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
શુધ્ધ કાઠિયાવાડી વાળું (Shuddh Kathiyavadi Valu Recipe In Gujarati)
#વેસ્ટ#india2020ભારત ની પસ્ચિમ બાજુ એટલે કે આપણે ગુજરાતીઓ. એમાં પણ કાઠિયાવાડી તો પછી ગુજરાતી દેશી ભાણું કેમ ભુલાય.વાળુ એટલે રાતનું ભોજન. Riddhi Ankit Kamani -
-
-
-
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
-
More Recipes
ટિપ્પણીઓ