વેજ કોલ્હાપુરી [ Veg Kolhapuri recipe in Gujarati ]

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

30 mins
5 સર્વિંગ્સ
  1. 2 ચમચીતેલ
  2. 2 નંગબટાકા
  3. 1/2ફણસી,ગાજર,વટાણા,ફ્લાવર, કેપ્સિકમ
  4. 1 ચમચીતેલ
  5. 3-4 નંગસમારેલા કાંદા
  6. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  7. 4-5 નંગકાજુ
  8. 1 ચમચીમગતરી
  9. 4-5 નંગટામેટા
  10. 1 ચમચીતેલ -બટર
  11. 1 ચમચીજીરું
  12. 3-4 નંગતજ -લવિંગ
  13. 1 નંગતમાલપત્ર
  14. 2 ચમચીલાલ મરચા લસણ ની પેસ્ટ
  15. 1 ચમચીલાલ મરચું
  16. 1 ચમચીધાણાજીરું
  17. 1 ચમચીહળદર
  18. સ્વાદ મુજબ મીઠું
  19. 1 કપપનીર
  20. ક્રીમ અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં બધા જ શાકભાજી ઉમેરી બે ત્રણ મિનિટ સુધી સાંતળો અને એક બાઉલ મા કાઢી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો તેમાં સમારેલા કાંદા નાખી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો પછી તેમાં આદુ ની પેસ્ટ-કાજુ-મગજતરી- સમારેલા ટામેટા અને જરૂર પ્રમાણ મીઠું નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી થવા દો અને મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ કરો અને ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    ફરીથી એક પેનમાં તેલ અને બટર નાંખી ગરમ કરો તેમાં આખા મસાલા [જીરુ,તજ,તમાલપત્ર,લવિંગ, લાલ મરચા લસણ ની પેસ્ટ] નાખી તેલ છૂટે ત્યાં સુધી થવા દો.. પછી તેમાં લાલ મરચુ,ધાણાજીરુ અને હળદર નાખી બરાબર મિક્સ કરી તૈયાર કરેલી ગ્રેવી નાંખી 6 મિનિટ માટે થવા દો

  4. 4

    ત્યાર પછી ફ્રાય કરેલા શાકભાજી, પનીર, મીઠું, કસૂરી મેથી,ગરમ મસાલો અને જરૂર મુજબ પાણી નાખી 5-6 મીનીટ થવા દો...

  5. 5

    કોથમીર અને ક્રીમ સાથે ગાર્નિશ કરો અને રોટલી અથવા પરાઠા સાથે ગરમ-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes