વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા ને બાફી લેવા ફ્લાવર ને પણ ગરમ પાણી મા ૨ મીનીટ સુધી નાખી દેવી..
- 2
એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં ફણસી ગાજર નાખી ૨/૩ મીનીટ સુધી સાંતળી લેવા.ત્યારબાદ તેમાં ફ્લાવર અને વટાણા નાખી બે મિનિટ માટે સાંતળો.પછી ઢાંકણ ઢાંકી ને ૩ મીનીટ સુધી ચડવા દેવા
- 3
ત્યારબાદ તેમાં કેપ્સીકમ નાખી અને ૨/૩ મીનીટ સુધી સાંતળવું પછી એક પ્લેટમાં કાઢી લેવું.પનીર ના નાના ટુકડા કરી લેવા અને તેલ મૂકી તળી લેવું તળેલા પનીર ને બાઉલમાં પાણી અને 1/2ટી સ્પૂન મીઠું નાખી તેમાં રાખી દેવું જેથી પનીર સોફ્ટ રહેશે.
- 4
ટામેટાં ને કાપી લેવા વઘાર માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી.એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેમાં તજ લવિંગ મરી તમાલપત્ર નાખી ડુંગળી નાખી દેવી.ડુંગળી ને બે મીનીટ સુધી સાંતળી લો પછી તેમાં લસણ ની કળી નાખી દેવી અને બે મીનીટ સુધી સાંતળી લેવું ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચાં નાખવા
- 5
તેમાં કાજુ ઉમેરવા અને એક મીનીટ સુધી સાંતળી લેવા પછી તેમાં કાપેલા ટામેટા નાખવા અને 1/2 ટી સ્પૂન મીઠું નાખવું ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી તેલમાં સાંતળી લેવા પછી ઠંડુ થવા દેવું.. મિક્સર જાર માં પેસ્ટ કરી લો.
- 6
ફરી એક પેનમાં ૩/૪ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેમાં પહેલા હીંગ નાખી પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર અને ૧/૪ ટી સ્પૂન હળદર નાખી દેવી.પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી દેવી અને હલાવવું ૨/૩ મીનીટ સુધી સાંતળવું પછી તેમાં 1/2 કપ ગરમ પાણી નાખવું
- 7
એક ચમચી આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી એક ચમચી કિચન કિંગ મસાલો અને એક ચમચી ગરમ મસાલો નાખીને મિક્સ કરી લેવું.ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું નાખવું. અને ગ્રેવી માં તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દેવી.
- 8
પછી તેમાં તૈયાર કરેલા શાકભાજી નાખી દેવા અને મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં પનીર ને પાણીમાંથી નીતારીને નાખી દેવું અને સરસ રીતે મિક્સ કરી લેવું..છેલ્લે તેમાં એક ચમચી કસૂરી મેથી હાથેથી મસળી ને નાખી ને મિક્સ કરી લેવું બે ત્રણ મીનીટ સુધી થવા દેવું..
- 9
તો તૈયાર છે ગરમા ગરમ વેજ. કોલ્હાપુરી. પરાઠા, રોટી કે તંદૂરી રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે#EB#week8#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB વીક 8વેજ કોલ્હાપૂરી એ ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર ની પરંપરાગત વાનગી છે. તે મસાલેદાર ગ્રેવી થી સાકભાજી તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટ માં બેઝ ગ્રેવી સાથે પહેલેથી જ તૈયાર કરીને રાખવામાં આવે છે. જે પ્રક્રિયા વેજ કોલ્હાપૂરી પરંપરાગત વાનગી થી અલગ છે. વેજ કોલ્હાપૂરી chapati,તંદુરી અથવા નાનસાથે પીરસવામાં આવે છે. Varsha Monani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે. Bijal Thaker -
ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8#Coopadgujrati#CookpadIndiaVeg kolhapuri મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
વેજ કોલ્હાપુરી ઇન ગ્રીન ગ્રેવી (Veg Kolhapuri In Green Gravy Recipe In Gujarati)
#FFC5 Manisha Hathi -
More Recipes
- તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
- ઈન્દોરી પૌવા (indori poha recipe in Gujarati)
- વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
- પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
ટિપ્પણીઓ