વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. ૧/૨ વાટકીસમારેલી ડુંગળી
  2. 1/2 વાટકી સમારેલી ફણસી
  3. ૧૦૦ ગ્રામ પનીર
  4. ૪ચમચી તેલ
  5. ૧/૨ વાટકીસમારેલા કેપ્સીકમ
  6. ૧/૨ વાટકી લીલા વટાણા
  7. ૧/૨ વાટકીસમારેલા ગાજર
  8. ૧/૨ વાટકીફ્લાવર
  9. ૧ વાટકો ટામેટાં ની પેસ્ટ
  10. ૧/૨ વાટકીમકાઈ
  11. ૮થી૧૦ કળી લસણ
  12. ૭ થી ૮ નંગ કાજુ પલાળેલા
  13. ગ્રેવી બનાવવા માટે
  14. 3 નંગલવિંગ
  15. 1 ટુકડોતજ
  16. 1ફૂલ બાદિયુ
  17. 1 ચમચીઆખા ધાણા
  18. 1 ચમચીખસખસ
  19. ૩-૪ નંગસુકા લાલ કાશ્મીર મરચું
  20. 2 ચમચીટોપરાનું ખમણ
  21. 4 થી 5 આખા મરી
  22. પાણી જરૂર મુજબ
  23. તડકા માટે
  24. ૩ ચમચીતેલ
  25. 1 ચમચીજીરૂ
  26. તમાલપત્ર
  27. ૨ નંગલાલ સુકા મરચા
  28. 2 નંગઝીણી સમારેલી ડુંગળી
  29. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ લઇ ફ્લાવરને શેલો ફ્રાય કરી લો

  2. 2

    આ રીતે બધા વેજિટેબલ્સને સહેજ સાંતળો

  3. 3

    હવે ગ્રેવી બનાવવા માટે પહેલા એક પેનમાં એક ચમચી તેલ લઈ તેમાં મરી લવિંગ તજ આ બધા ખડા મસાલા ઉમેરી આખા ધાણા ખસખસ અને છેલ્લે ટોપરાનું ખમણ ઉમેરો અને સાંતળો

  4. 4

    શેકેલા બધા મસાલા સહેજ ઠંડાં થાય એટલે એને સહેજ પાણી ઉમેરી મીક્સરમાં ક્રશ કરી લો

  5. 5

    આ રીતે ટામેટાં અને કાજુની
    ગ્રેવી કરી લો

  6. 6

    તડકા માટે એક પેનમાં તેલ લઈ તેમાં જીરુ તમાલપત્ર અને લાલ મરચું ઉમેરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને પકાવો

  7. 7

    હવે તેમાં તૈયાર કરેલી મસાલા ની ગ્રેવી ઉમેરો પાણી ઉમેરી બે થી ત્રણ મિનીટ સુધી પાકવા દો

  8. 8

    બાકી છે એટલે માં આવે ટમેટાની પ્યૂરી ઉમેરીને ફરીથી થોડીવાર પકાવો મીઠું જરૂર મુજબ ઉમેરો

  9. 9

    પછી બધા વેજિટેબલ્સ ઉમેરી દો ૧ ચમચી ગરમ મસાલો પણ ઉમેરી દો

  10. 10

    હવે તેમાં પનીર ના ટુકડા નાખી૪ મિનિટ સુધી પકાવો પછી તેમાં કોથમીર ભભરાવી દો

  11. 11

    પછી ગરમા-ગરમ પરોઠા નાન કે કુલચા કે બટર રોટી સાથે સર્વ કરો તૈયાર છે વેજ કોલ્હાપુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes