ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#સુપરશેફ૨
#વીક૨
#ફ્લોર/લોટ
#માઇઇબુક
કૂલચાં નામ પડે એટલે આપણને સૌને અમૃતસરી કુલચાં પહેલા યાદ આવે છે. અમૃતસર ની દરેક ગલી માં તમને authentic તંદૂરી આલુ ફૂલચાં નો સ્વાદ માણવા મળે છે. ઉપર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ ટેકસર હોય છે.એમાં થોડા સ્પેશિયલ મસાલા એડ કરવા માં આવે છે જેમકે ક્રશ સૂકા ધાણા, કસૂરી મેથી, રોસ્તેડ જીરા પાઉડર, આમચૂર પાઉડર,અને ખાસ વાટેલા અનારડાના વગર તો એનો સ્વાદ અધૂરો છે. એની સાથે છોલે મસાલા, લછા કાંદો, તળેલા મરચાં,મસાલા દહીં કે લસ્સી પીરસવા માં આવે છે. ઉપર થી કરારા હોવાથી જ્યારે એને હાથે થી દબાવવા માં આવે છે ત્યારે એના ચુર - ચુર અવાજ આવે છે જેને કારણે દિલ્હી વાલા એને ચુર - ચુર નાન ના નામ થી પણ ઓળખે છે.પણ આપડે ઘરે જ તંદુર ની effect અને સ્વાદ માણીશું. અને હા એ બધા સ્પેશિયલ મસાલા નાખી ને બનાવીશું જેથી આપણે પણ અમૃતસર ની ગલી માં ફરતાં હોય એ એવું લાગશે. ગરમ આલુ કુલ્ચાં પર બટર મૂકી ને ખાવાની મજા જ કંઇક અલગ છે.તમે એને ચા કોફી સાથે પણ માણી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
3 સર્વિંગ્સ
  1. લોટ માટે:
  2. 1 1/2 કપઘઉંનો લોટ
  3. ૧/૪ કપમેંદો
  4. ટી.ખાંડ
  5. મીઠું ૧ ૧/૨ ચમચી
  6. ૧ tspબેકિંગ સોડા
  7. ટે. ઘી
  8. ૩ tbspદહીં
  9. ગરમ પાણી
  10. લીલાં ધાણા
  11. સ્ટફિંગ માટે:
  12. ૧ કપપનીર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૫૦૦g બાફેલાં બટાકા
  15. શેકેલું જીરું ૧ ૧/૨ ચમચી
  16. ૧/૪ કપકાંદો ઝીણો સમારેલો
  17. ૧ tbspસૂકા આખા ધાણા ક્રશ કરેલા
  18. ટી. મરી ક્રશ કરેલા
  19. ૨ નંગલીલું મરચું સમારેલું
  20. ૨ tbspલીલાં ધાણા સમારેલા
  21. ૧ tspચિલી ફ્લેક્સ
  22. ૧/૨ tspગરમ મસાલા
  23. ૧/૨ tspલાલ મરચું
  24. ૧ tbspઅનારદાના ક્રશ કરેલા
  25. ૧ tbspચાટ મસાલો
  26. ૧ tbspકસુરી મેથી
  27. ૧ tbspઆદું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    સ્ટફિંગ માટે ની બધી સામગ્રી એક બાઉલ માં મિક્સ કરી લેવી.

  2. 2

    લોટ માટે પેહલા બધી dry સામગ્રી મિક્સ કરી લેવી. ત્યાર બાદ ૨ tbsp ઘી ઉમેરવું. ત્યાર બાદ બધી wet સામગ્રી નાખી, લોટ બાંધી લેવો.

  3. 3

    લોટ ને ૧ કલાક રેસ્ટ આપી, ફેલાવી દેવો. ફેલાવેલા લોટ પર ઘી લગાવી ને લોટ છાંટી લેવો.

  4. 4

    હવે આ લોટ ને એક બાજુ થી રોલ કરી લેવું. પછી, તેના ટુકડા કરી લેવા.થોડી વાર ફ્રિઝ માં મૂકી દેવું.

  5. 5

    હવે સ્ટફ પરાઠા ની જેમ stuffing ભરી લેઇ હાથે થી થેપિ ને મોટું કરવું અને થોડું વેલણ ફેરવી દેવું. ઉપર તેલ લગાવી ને કરવું. ત્યાર બાદ તેની ઉપર સમારેલાં ધાણા નાખી હાથે થોડું દબાવું.થોડી ચિપ્ટી કરી લેવી.

  6. 6

    કુલચા ની પાછળ પાણી લગાવી, ગરમ તવી પર મુકવું. પછી કુલચા ને ગેસ બર્નર તરફ કરી cook કરવું. નોન સ્ટિક તવી પર બેવ બાજુ ડ્રાય રોસ્ટ પણ કરી શકો.

  7. 7

    પ્લેટ માં અમૃત્સરી ફૂલચા / ચુર - ચુર નાન લઈ, હાથે દબાવી, બટર લગાવી સર્વ કરવું.ઉપર થી ક્રિસ્પી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes