મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _2
#week 2
#ફ્લોર
ગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1/2 કપચણાનો લોટ
  3. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીઅથાણાનો મસાલો
  6. 1 નાની ચમચીઅજમો
  7. 1/4 ચમચીહિંગ
  8. 2 ચમચીલીલા ઝીણા સમારેલા ધાણા
  9. 1 મોટી ચમચીલાલ મરચું
  10. 1 મોટી ચમચીધાણાજીરૂ
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીઅથાણાં નો મસાલો
  13. 1/4 ચમચીગરમ મસાલો
  14. સ્વાદ મુજબ મીઠું
  15. 2 ચમચીદેશી ઘી
  16. 2 કપઝીણી સમારેલી મેથી
  17. જરૂર મુજબ પાણી
  18. 1/4 કપખાટુ દહીં
  19. 1 મોટી ચમચીદળેલી ખાંડ
  20. 1 ચમચીતલ
  21. થેપલા ને શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ બેસન દેશી ઘી મરચાની પેસ્ટ આદુ-લસણની પેસ્ટ અથાણાનો મસાલો અજમો મસળીને નાખવો ત્યારબાદ લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું લીલા ધાણા અને મેથી નાખી અને દહીં નાખીને દળેલી ખાંડ મીઠું નાખીને સરસ પહેલા બધું જ મિક્સ કરી લો

  2. 2

    બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈને પરોઠા જેવો કઠણ લોટ બાંધી લો અને લોટને બરાબર મસળી અને ઢાંકીને 5 મિનીટ માટે રાખી દો

  3. 3

    પાંચ મિનિટ પછી લોટને ફરીથી મસળી લો અને એમાંથી મીડિયમ સાઇઝના બોલ બનાવી લો એક બોલ ને હાથ થી મસળી ને લીસ્સો કરીને એને કોરા લોટમાં મિક્સ કરીને પાતળા થેપલા વણી લો

  4. 4

    થેપલા વણાઈ જાય પછી થેપલા ને શેકવા માટે તવી ગરમ કરો મીડીયમ ફ્લેમ પર બંને સાઈડ 1 -1 ચમચી તેલ નાખીને થેપલાને સેકી લો બાકીના થેપલા પણ આ રીતે શેકી લો.. તો તૈયાર છે ગુજરાતીઓના મનપસંદ કેટલા મેથીના થેપલાજેને ગરમ અથવા ઠંડા ખાઈ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes