લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpad
#cookpadindia
#cookpadgujarati
લીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.

લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
લીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૫૦ ગ્રામ લીલુ લસણ
  3. ૧/૨લાલ કેપ્સીકમ
  4. લીલા મરચાં
  5. ઈંચ આદુનો ટુકડો
  6. ૨ ટેબલસ્પૂનતેલ, મોવણ માટે
  7. ૧/૨ ટીસ્પૂનઅજમો
  8. ૧ ટીસ્પૂનતલ
  9. ૧/૨ ટીસ્પૂનહળદર
  10. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. થેપલા શેકવા માટે તેલ, આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલુ લસણ, કેપ્સીકમ, આદુ, મરચાં ચોપરમાં ચોપ કરી લેવા. હવે ઘઉંના લોટમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા નાખો.ચોપ કરેલ પણ નાખી દો. તેલનું મોવણ નાખી દો.

  2. 2

    હવે બધું જ મિક્સ કરી અને થેપલાનો લોટ બાંધી લો. આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાંથી થેપલા વણો. તવીને ગેસ ઉપર ગરમ મૂકો. તેલથી ગ્રીસિંગ કરી તેની ઉપર વણેલ થેપલુ મૂકો.

  3. 3

    બંને બાજુ તેલ લગાવી અને ગેસની સ્લો ફ્લેમ પર શેકી લેવા. આ રીતે બધા જ થેપલા તૈયાર કરી લેવા. આ થેપલા બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes