મૂંગલેટ(moong late recipe in gujarati)

Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607

મગની મોગરદાળ વડે બનતી આ વાનગી નામથી તો 'ઓમલેટ'ની માસીયાઈ બહેન હોય તેવું જણાઈ આવે છે. લેઝી સન્ડે બ્રન્ચ તરીકે બનાવો કે ક્વિક સ્નેક્સ તરીકે, કે પછી ડિનરમાં કાંઈ હલકું-ફુલકું જમવાની ઈચ્છા હોય.
ટેસ્ટી અને પોષક તત્ત્વોથી ભરપૂર એવી આ મૂંગલેટ આપ સૌને પણ ભાવશે જ.

મૂંગલેટ(moong late recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

મગની મોગરદાળ વડે બનતી આ વાનગી નામથી તો 'ઓમલેટ'ની માસીયાઈ બહેન હોય તેવું જણાઈ આવે છે. લેઝી સન્ડે બ્રન્ચ તરીકે બનાવો કે ક્વિક સ્નેક્સ તરીકે, કે પછી ડિનરમાં કાંઈ હલકું-ફુલકું જમવાની ઈચ્છા હોય.
ટેસ્ટી અને પોષક તત્ત્વોથી ભરપૂર એવી આ મૂંગલેટ આપ સૌને પણ ભાવશે જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગની મોગરદાળ
  2. મીડીયમ સાઈઝ ડુંગળી, બારીક સમારેલી
  3. ટમેટું, બારીક સમારેલું
  4. નાનું કેપ્સિકમ, બારીક સમારેલું
  5. ૧ કપઅમેરિકન મકાઈના દાણા (ઓપ્શનલ)
  6. ચમચો કોથમરીના પાન, બારીક સમારેલા
  7. પેકેટ ફ્રૂટસોલ્ટ (ઈનો)
  8. ૧/૨ ચમચીહળદર
  9. નમક, સ્વાદાનુસાર
  10. ચાટ મસાલો, ગાર્નિશીંગ માટે (ઓપ્શનલ)
  11. ખમણેલું ચીઝ, ગાર્નિશીંગ માટે (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગદાળને પાણીમાં ૨ કલાક પલાળી રાખવી.

  2. 2

    મિક્સરની જારમાં નિતારેલી મગદાળ, લીલું મરચું, હળદર અને નમક ઊમેરી ઢોકળાં માટે બનાવીએ એવું ઘાટું ખીરું વાટી લેવું.

  3. 3

    આ ખીરામાં મકાઈના દાણા, બારીક સમારેલ ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને કોથમરી ઊમેરી બધું બરાબર ભેળવી લેવું.

  4. 4

    ગેસ પર જાડા તળીયાવાળી એક પેનમાં તેલ અથવા બટર ગરમ કરવા મૂકી રાખો.

  5. 5

    હવે એક નાના બાઉલમાં બે વાટકી જેટલું ખીરું લઈ તેમાં 1/2ચમચી ઈનો ઊમેરી સરસથી ફીણી લેવું.

  6. 6

    ગરમ થયેલી પેનમાં આ ખીરું રેડી, પેનને હાથેથી ગુમાવી ખીરું એકસમાન ફેલાવી લેવું.
    યાદ રહે, આ ખીરાનો થર ઉતપ્પા કે પછી ટોમેટો ઓમલેટથી પણ વધારે જાડો રહેવો જોઈએ.
    એક સાઈડથી થોડીવાર પકાવ્યા બાદ, સ્પેચ્યુલાની મદદથી મૂંગલેટને કાળજીપૂર્વક પલટાવી લેવી.
    થોડીવાર રહીને તેની સાઈડ પર ફરીથી તેલ કે બટર લગાવી, ઢાંકણું ઢાંકી આશરે પાંચેક મિનીટ સુધી, અથવા ગોલ્ડન થાય ત્યાં સુધી પાકવા દેવી.

  7. 7

    ગરમાગરમ મૂંગલેટને સર્વિંગ ડીશમાં લઈ ખમણેલા ચીઝ કે પછી ચાટમસાલો છાંટી ગાર્નિશીંગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607
પર

Similar Recipes