છેન્ના પોડા(Chenna Poda)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઈસ્ટ
છેન્ના પોડા એ ઓરિસ્સા ની પંરપરાગત ચીઝ ડૅઝર્ટ છે. પનીર, ખાંડ, ડ્રાયફ્રુટ, માં થી બનાવવા આવે છે.
કેરામાલાઈઝડ શુગર જેવું બ્રાઉન રંગનું પનીર કેક છે.
મે એરફ્રાયર માં બનાવી/રોસ્ટ કરી ને પ્રયાસ કર્યો છે.

છેન્ના પોડા(Chenna Poda)

#ઈસ્ટ
છેન્ના પોડા એ ઓરિસ્સા ની પંરપરાગત ચીઝ ડૅઝર્ટ છે. પનીર, ખાંડ, ડ્રાયફ્રુટ, માં થી બનાવવા આવે છે.
કેરામાલાઈઝડ શુગર જેવું બ્રાઉન રંગનું પનીર કેક છે.
મે એરફ્રાયર માં બનાવી/રોસ્ટ કરી ને પ્રયાસ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. ૨ ટેબલ સ્પૂન વિનેગર અને ૨ ટેબલ સ્પૂન પાણી નું મિશ્રણ
  3. ૨ ટેબલ સ્પૂન રવો
  4. ૫૦ ગ્રામ ખાંડ
  5. ૧/૪ કપ બદામ અને પિસ્તા ના કતરણ
  6. ૧ ટી સ્પૂન એલચી પાવડર
  7. ૨ ટેબલ સ્પૂન ઘી
  8. બદામ પિસ્તા ના કતરણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ટોપ મા દૂધ નાખી ને ઉકાળવું. એક ઊભરો આવે ત્યારે ગેસ બંધ કરી એમાં થોડું થોડું વિનેગર વાળું પાણી નાખી ને દૂધ ફાટી અને પનીર બને ત્યાં સુધી નાખવું. ઝીણું કપડાં પર નિતારી લો.

  2. 2

    ચેન્ના પોડા માટે બઘી સમાગ્રી તૈયાર રાખો.

  3. 3

    એક મિશ્રણ બોઉલ માં પનીર, રવો, ખાંડ, ડ્રાયફ્રુટ,. એલચી પાવડર અને ઘી નાખી ને સાધારણ ઘટ્ટ ખીરું તૈયાર કરવું.(અગર મિશ્રણ ઘટ્ટ લાગે તો પનીર નું થોડું પાણી ઉમેરવું.)

  4. 4

    ગ્રીસ કરેલા ટીન માં રેડી ને પ્રિ હીટ (૫ મિનિટ ૧૮૦ તાપમાન પર), એર ફ્રાયર માં ૧૮૦ તાપમાન પર ૨૫-૩૦ મિનિટ રોસ્ટ કરવા મૂકો. ઉપર નું ભાગ સોનેરી રંગના થાય અને સાઇડ પર બ્રાઉન થાય રોસ્ટ કરવું. ઠંડું થવા દો.

  5. 5

    સર્વિગ પ્લેટમાં છેન્ના પોડા કાઢી ને બદામ પિસ્તા ના કતરણ ભભરાવી, ત્રિકોણ આકાર માં કાપી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (82)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Woow..
Pls tell me how it will be liquid?
There isn't mentioned milk or water to added..

Similar Recipes