રાંધવાની સૂચનાઓ
- 1
300 ગ્રામ તુવર-દાળ અને 600 ગ્રામ પાણી ઉમેરીને 3 સીટી વગાડીને બાફી લો.
- 2
કૂકર ઠંડું થાય એટલે લો ફેલ્મ ઉપર એક મોટી સાઈઝનુ લોયુ ગરમ કરવા મૂકી દો
- 3
કઢાઈ ગરમ થાય એટલે એની અંદર તુવરદાળ ચઢાઈ લો. જ્યાં સુધી તુવેર દાળનું પાણી બળી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
- 4
હવે એની અંદર ૩૦૦ ગ્રામ ખાંડ ઉમેરો અને બરાબર હલાવતા રહો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી.
- 5
ખાંડ ઓગળી ને તુવર દાળમાં મિક્સ થઈ જશે એટલે પાછી દાળ ઘટ્ટ થવા માંડસે
- 6
દાળ ઘટ્ટ થવા માંડે ત્યારે એની અંદર એક ચમચી ઘી અને થોડું જાયફળ અને એલચીનો ભૂકો નાખો.
- 7
હવે દાળ જ્યાં સુધી એકદમ ઘટના થાય ત્યાં સુધી બરાબર હલાવતા રહો.
- 8
દાળ નીચે ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો.
- 9
હવે દાળમાં એક તાવેતો ઉભો કરી જોવ. જો એ ઊભો રહી જાય તો તમારી દાળ તૈયાર છે અને ના રહે તો હજુ બે મિનિટ થવા દો.
- 10
તમારી દાળ તૈયાર થઈ જાય એટલે એને એક થાળીમાં ઠંડી પાડવા મૂકી દો. દાળ ઠંડી પડે એટલે આપણે રોટલીનો લોટ બનાવી દઈએ.
- 11
રોટલી માટે એક બાઉલમાં ઘઉંનો લોટ કાઢો એની અંદર બે ચમચી તેલ મૂકો અને ના કડક અને ના પોચો એવો લોટ બાંધો.
- 12
લોટને 10 મિનિટ થવા દો અને દાળ ઠંડી થઈ ગઈ હોય તો એના ગુલ્લા કરી દો
- 13
હવે રોટલી વણી એની અંદર દાળનો એક ગુલ્લુ મૂકો અને રોટલી ને પછી બંધ કરીને મોટો ગુલ્લુ બનાવી દો.
- 14
હવે એ રોટલી પાછી વણી લો.
- 15
એક તવી ગરમ કરી એની ઉપર રોટલી શેકી લો.
- 16
ગળી રોટલી તૈયાર હવે અને ઘી સાથે સર્વ કરો
Similar Recipes
-
પુરણપોળી(Puran poli in gujarati recipe)
#AM4પુરણપોળી, વેડમી, ગળી રોટલી અલગ અલગ નામ થી જાણીતી વાનગી મૂળ માં તુવેરદાળ કે ચણાદાળ ને બાફી ને ખાંડ કે ગોળ સાથે મિક્સ કરી રોટલી ની અંદર ભરી ને બનાવવા માં આવે છે... ઉપર ઘી વધુ પડતું લગાવવા માં આવે છે. KALPA -
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC Deepti Pandya -
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થઈ ગઈ છે તો મેં આજે puran puri બનાવીને માતાજીને ભોગ ધરાવ્યો છે તો વાલા મારા ફ્રેન્ડ્સ પ્રસાદી લેવા માટે આવી જાવ Jayshree Doshi -
-
-
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પુરણપોળી(puran poli recipe in gujarati)
મહારાષ્ટ્ર માં ગણેશચતુર્થી હોય એટલે ગણપતિ બાપ્પા ને જે થાળ ધરવામાં આવે ત્યારે એક દિવસ તો પુરણપોળી નો પ્રસાદ હોય જ. Manasi Khangiwale Date -
-
-
-
-
-
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
-
રજવાડી પુરણપોળી (Rajwadi Puran Poli Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujarati"પુરણ પોળી ઘી માં ઝબોળી"પુરણપોળી તો ઘી થી ભરપૂર જ ખાવાની મજા આવે.રજવાડી પુરણ પોળી એકવાર ખાશો તો તેનો સ્વાદ હંમેશા માટે યાદ રહી જશે. આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે દાળને વધુ બાફીને ચીકણી ન કરી નાખવી. વડી પુરણ પણ વધુ ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો પૂરણપોળી ડ્રાય બની જશે. Neeru Thakkar -
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
-
#પુરણપોળી (puran poli Recipe In Gujarati)
#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છુંઆમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છેપરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻 Naina Bhojak -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
પૂરણ પૂરી (Puran Poli Recipe In Gujarati)
ગુજરાતી ડિશ તો પૂરણ પૂરી વિના અધૂરી ..😋..મારા પતિ ને બાળકો નુ મનપસંદ સ્વીટ છે #GA4 #Week4 #Gujarati bhavna M -
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પુરણ પોળી ખૂબ જ ભાવતી હતી. અત્યારે પણ ખુબજ ભાવે છે. Jayshree Doshi -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ