ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૨૦૦ ગ્રામ કાજુ
  3. ૧૫૦ ગ્રામ બદામ
  4. ૨૦૦ ગ્રામ અંજીર
  5. ૧ કપઘી
  6. ૫૦ ગ્રામ પિસ્તા
  7. ફૂડ માટે નો વરખ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર માંથી બી કાઢી ને તેના નાના ટુકડા કરો.

  2. 2

    હવે અંજીર ને ૧૦ મિનિટ સુધી પાણી મા પલાળી દો જેથી તે પોચા પડી જશે અને તેને ક્રશ કરતી વખતે આસાની રહેશે.

  3. 3

    હવે લાડુ બનાવવા માટેની અન્ય સામગ્રી જેમ કે કાજુ બદામ પિસ્તા અને ઘી વગેરે તૈયાર કરી લો.

  4. 4

    હવે ખજૂર ના ટુકડા તથા અંજીર ના ટુકડા ને મિક્સર માં પીસી લો

  5. 5

    અહી ક્રશ કરેલા ખજૂર અને અંજીર તૈયાર છે.

  6. 6

    ત્યાર બાદ અહી આપડે જે પણ ડ્રાય ફ્રુટ લીધું છે તેના નાના નાના ટુકડા કરી તેને ઘી મા શેકો.

  7. 7

    ૫ મિનિટ પછી તેમાં ક્રશ કરેલા અંજીર અને ખજૂર નો માવો ઉમેરો. પીસવા ના લીધે ખજૂર અને અંજીર કોઈ ના ટુકડા રહેશે નહિ જેથી તે ખાવામાં પણ મજા આવશે.

  8. 8

    ૧૦-૧૫ મિનિટ સુધી ધીમી આંચ પર સતત હલાવતા રહો. જો તેમ નહિ કરવામાં આવે તો આં માવો કડાઈ ના તળિયા મા ચોંટી જશે અને લાડુ નો દેખાવ બગડી જશે. જ્યાં સુધી ઘી ઉપર આવતું ના દેખાય ત્યાં સુધી હળવ્યા કરવું. ત્યાર બાદ ફરી થી થોડું ડ્રાય ફ્રુટ ઉપર થી ઉમેરવું.

  9. 9

    હવે ગેસ બંધ કરી દો ને લાડુ ના માવા ને ઠંડુ થવા દો. જો ગરમ હસે ત્યારે જ લાડુ વાળવામાં આવશે તો તે સરખી રીતે વળશે નહિ.

  10. 10

    હવે બન્ને હાથ માં ઘી લગાવી લાડુ નો ગોળ આકાર આપો. ત્યાર બાદ ઉપરથી ફૂડ માટે નો વરખ લગાવો જેથી દેખાવ એકદમ શાઈની આવશે.

  11. 11

    તૈયાર છે ગણેશજી ના પ્રસાદ માટે ના ખજૂર અંજીર ના એકદમ સ્વાદિષ્ટ અને એકદમ શાઇની લાડુ. જેનો સ્વાદ સાથે દેખાવ પણ એટલો સરસ આવશે કે જોઈ ને જ ખાવા નુ મન થઇ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes