અંજીર બરફી

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#ફ્રૂટ્સ
અંજીર ને જન્નત નું ફળ કહેવામાં આવે છે એમાંથી વિટામિન મિનરલ અને એક્સીઓક્સીડેન્ટ મળે છે જે આપણા માટે ખુબજ ફાયદાકસરક છે આપણા રોજિંદા આહાર માં અંજીર નો સમાવેશ કરવો જોઈએ ..

અંજીર બરફી

#ફ્રૂટ્સ
અંજીર ને જન્નત નું ફળ કહેવામાં આવે છે એમાંથી વિટામિન મિનરલ અને એક્સીઓક્સીડેન્ટ મળે છે જે આપણા માટે ખુબજ ફાયદાકસરક છે આપણા રોજિંદા આહાર માં અંજીર નો સમાવેશ કરવો જોઈએ ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપસમારેલા અંજીર
  2. 1/2 કપસમારેલા બદામ
  3. 1/2 કપસમારેલા કાજુ
  4. 2 મોટી ચમચીસમારેલા પિસ્તા
  5. 1 કપમાવો
  6. 1 નાની ચમચીએલચી પાવડર
  7. 2 ચમચીઘી
  8. 1/2 કપદૂધ
  9. ગાર્નિશીંગ માટે
  10. ચાંદીની વરખ અને સમારેલા પિસ્તા

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેનને ગરમ કરો એમાં 2 ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં સમારેલા અંજીર નાખો અને એને ૨ થી ૩ મિનીટ માટે સાંતળી લો વચ્ચે વચ્ચે ચમચાથી દબાવતા જવાનું અને એને મેસ કરતા જવાનું

  2. 2

    ત્રણ મિનિટ પછી તેમાં દૂધ ઉમેરો અને મિડિયમ તાપ પર એને દૂધ બળી જાય ત્યાં સુધી એને રાંધી લો દૂધ બળી જાય એટલે એમાં ખાંડ નાખો અને ફરી એને ખાંડનું પાણી સુકાઈ જાય ત્યાંસુધી રાંધો લગભગ ૨ થી ૩ મિનિટ એને કુક કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં કાજુબદામ પિસ્તા નાખીને એક મિનિટ માટે સાંતળી લો કાજુ બદામ પણ સરસ સંતળાઈજશે

  4. 4

    ત્યારબાદ તેમાં માવો નાખો અને માવાને પણ સરસ મિક્સ કરીને બે થી 3 મિનીટ માટે કુક કરી લો જ્યાં સુધી ચમચા પર તમારો મિક્સરણ ફરવાના લાગે મિક્સરણ પેન છોડી દે ત્યાં સુધી એને કુક કરી લેવાનું ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખો અને મિક્સ કરીને ગેસ ની ફ્લેમ ઓફ કરી દો

  5. 5

    ગ્રીસ કરેલી અને બટર પેપર લગાવેલી ટ્રે કાઢીને સરસ પાથરી લો
    ત્યારબાદ તેના પર ચાંદીની વરખ લગાવવો અને ઉપર બારીક સમારેલા પિસ્તા નાખીને ગાર્નિશ કરી લો

  6. 6

    બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દો બે કલાક પછી ફ્રિજમાંથી કાઢીને કટ કરી ને સર્વ કરો અંજીર બરફી તૈયાર છે એને તમે 15 દિવસ સુધી ખાઈ શકો છો ફ્રીઝમાં રાખીને અને ખૂબ જ જલદી બની જાય છે...એકદમ ટેસ્ટી અને હેલ્ધી અંજીર બરફી..,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes