ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

#Gc
આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે

ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)

#Gc
આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીરવો
  2. ૧/૨ લિટરદૂધ
  3. ૧/૨ વાટકીખાંડ
  4. ૪ ચમચીટુટી ફૂટી
  5. ૧ ચમચીકિસમિસ
  6. ૧/૨ વાટકીટોપરાનું ખમણ
  7. ૧ ચમચીકન્ડેન્સ્ડ મિલ્ક
  8. ગ્રીન ફુડ કલર
  9. ચપટીઇલાયચી પાઉડર
  10. ૧ ચમચીડ્રાયફ્રુટ ભુક્કો
  11. ૨ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ૧ ચમચી ઘી લઈને તેમાં રવો ઉમેરીને બરાબર મિક્સ કરીને ધીમા તાપે ૨ મિનિટ સુધી શેકી લો

  2. 2

    હવે એક કડાઈમાં દુધ લઈ તેમાં ખાંડ નાખીને પછી તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં શેકેલો રવો ઉમેરો

  3. 3

    હવે તેને એકદમ હલાવો અને ઘટૃ થાય ત્યાં સુધી પકાવો પછી તેમાં ઇલાયચી પાઉડર ડ્રાયફ્રુટ નો ભુક્કો અને ટુટી ફુટી ઉમેરો પછી ગેસ બંધ કરીને તેને ૫ મિનિટ સુધી ઠંડુ થવા દો

  4. 4

    હવે એક વાટકીમાં ટોપરાનું ખમણ લઈ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને થોડો ફુડ કલર ઉમેરીને બરાબર મિક્સ લો

  5. 5

    હવે આ તૈયાર કરેલા સ્ટફિંગ માંથી મોદક મોલ્ડ માં મોદક બનાવી વચ્ચે કિસમિસ રાખી અને નીચે આ ટોપરાનું ખમણ ભરો પછી તેનો મોદક બનાવો

  6. 6

    તો તૈયાર છે એકદમ સરળ અને ગણેશજી ને પ્રિય એવા ટુટી ફુટી મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes