મુઠીયા ના મોદક (Muthia Modak Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#GCR
આજ ગણેશ ચતુર્થી હોવાથી આજ મેં ઘઉંના લોટના મુઠીયા બનાવીને ગણપતી બાપા માટે મોદક બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે

મુઠીયા ના મોદક (Muthia Modak Recipe In Gujarati)

#GCR
આજ ગણેશ ચતુર્થી હોવાથી આજ મેં ઘઉંના લોટના મુઠીયા બનાવીને ગણપતી બાપા માટે મોદક બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપઘઉંનો લોટ
  2. ૧+૧/૨ કપ ગોળ સમારેલ
  3. ૧ કપઘી
  4. જરૂર મુજબ ગરમ પાણી
  5. મુઠીયા તળવા માટે તેલ
  6. ૧ ચમચીકાજુના કટકા
  7. ૧ ચમચીકિસમિસ
  8. ૧ ચમચીબદામ કટકા
  9. ૧ ચમચીજાયફળ પાઉડર
  10. ૧/૨ ચમચીજાવંત્રી પાઉડર
  11. ૧ ચમચીઇલાયચી પાઉડર
  12. ૨ ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ ચાળીને તેમાં ઘીનું મોણ નાખી થોડું થોડું ગરમ પાણી નાખી મુઠીયા વાળી લો.

  2. 2

    હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મુઠીયા લાલ રંગના તળી લો અને તેના કટકા કરી ઠંડા થવા રાખો.

  3. 3

    ઠંડા થાય એટલે મિસ્ટર જારમાં નાખી ક્રશ કરી ચારણીથી ચાળી લો.

  4. 4

    હવે ગોળને સમારી લો અને ઘી ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી નો પાક બનાવી લો.

  5. 5

    હવે ગોળનો પાક એડ કરી બરાબર મિક્સ કરી લો તેમજ ઇલાયચી પાઉડર,કાજુ,બદામ, કિસમિસ, ખસખસ,જાયફળ,જાવંત્રીબધું બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે ફરમા ની મદદથી મોદક બનાવી લો

  7. 7

    તો તૈયાર છે ગણપતિ બાપાના મોદક.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes