દેશી ગોળ ની ખીર

આજે મૈ ટ્રેડિશનલ ગુજરાતી ખીર બનાવી છે. ઘણા ઓછા લોકો ને ખબર હશે કે આ ખીર પહેલા ના જમાના માં ટ્રેડિશનલ રીતે ગોળ થી જ બનાવામાં આવતી હતી. આજે મૈ ઓણ દેશી ગોળ નો ઉપયોગ કરી ને આ ખીર બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ખાસ વાત એ કે આ ખીર દેશી ગોળ થી બનાવા માં આવતી હોવાથી વેઈટ પણ નથી વધતું આના સેવન થી.
દેશી ગોળ ની ખીર
આજે મૈ ટ્રેડિશનલ ગુજરાતી ખીર બનાવી છે. ઘણા ઓછા લોકો ને ખબર હશે કે આ ખીર પહેલા ના જમાના માં ટ્રેડિશનલ રીતે ગોળ થી જ બનાવામાં આવતી હતી. આજે મૈ ઓણ દેશી ગોળ નો ઉપયોગ કરી ને આ ખીર બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ખાસ વાત એ કે આ ખીર દેશી ગોળ થી બનાવા માં આવતી હોવાથી વેઈટ પણ નથી વધતું આના સેવન થી.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં ઘી થી ગ્રીસ કરી તેમાં દૂધ ઉમેરી તેને મિડિયમ આંચ પર થવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી આપણી ખીર તપેલી ના તળિયે ચોંટે નહિ.
- 2
પછી 35-40 મિનિટ પછી આપણી ખીર ઘટ થઈ જશે એટલે હવે તેમાં કાજુ બદામ અને ચારોળી ઉમેરો અને જાયફળ ઉમેરી હલાવો અને હજુ 5 મિનિટ થવા દો. પછી ગેસ બંદ કરી દો. અને આપણી આંગળી ડૂબે એટલું ઠંડુ થાય એટલે તેમાં ગોળ ઉમેરો. અને હલાવો. બસ તૈયાર છે આપણી ખીર એકદમ ટ્રેડિશનલ રીતે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીર શોટ્સ (Kheer Shots Recipe In Gujarati)
#ATW2#TheChefStoryઘર માં પૂજા હોય અને બધા ને થોડો થોડો જ પ્રસાદ આપવાનો હોય અને પ્રસાદ માં ખીર હોય તો નોર્મલી ચમચી વાટકી થી બધા ને આપતા હોયે આપણે પણ હાથ માં આપીયે એના કરતા હવે નવો ટ્રેન્ડ ફોલ્લૉ કરીયે તો શોટ્સ ના ગ્લાસ માં ખીર નો પ્રસાદ આપી ને કઈંક સારી રીતે વહેંચી શકાય છે. મેં પણ મારા ઘરે કરેલી એક નાની પૂજા થયા બાદ બધા ને એમાં ખીર નો પ્રસાદ આપેલો. Bansi Thaker -
પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#FDS#SJR#RB18આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.Cooksnap @dollopsbydipa Bina Samir Telivala -
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
શકકરીયા ની ખીર (Shakkariya Kheer Recipe in Gujarati)
(ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય તેવી ખુબ જ ટેસ્ટી ખીર ) Komal Vasani -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)
#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ#માઇઇબુકpost5#માયઈબૂકપોસ્ટ5આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મારા ઘરે આજે શ્નાદધ હતું, એટલે મને થયું કે આ મહિના માં બધાં ઘરે દૂધપાક બનાવશે , તો આ રેસિપી ઘણાં લોકો ને મદદરુપ બનશે.#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
રાઈસ ખીર (ગોળ વાળી) (Rice Kheer Recipe In Gujarati)
#India2020આ ખીર મેં પેહલા નાં વખત માં બનાવતા એ રીતે બનાવી છે. કોઈ ધાર્મિક સિરિયલ માં જોયું હતું ત્યારે એવું લાગ્યું કે ગોળ વાળી ખીર ખબર નઈ કેવી લાગે. પણ આજે ઓથેંટિક રીતે બનાવેલી ખીર પહેલી વાર ટ્રાય કરી ને એક નવો જ ટેસ્ટ મળ્યો. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. એમ પણ ખાંડ કરતા ગોળ ખાવો સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ સારું રહે. Disha Prashant Chavda -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
દુધપાક (Doodhpaak Recipe In Gujarati)
#mrફ્રેન્ડસ, દુધપાક ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે. માપસર ના ચોખા ઉમેરી દુધ ને ઉકાળી ને બનાવામાં આવતો દુધપાક ખીર કરતા થોડો અલગ પડે છે. ગુજરાત માં દુધપાક પૂરી નું જમણ પરંપરાગત રીતે હજુ પણ બનાવવામાં આવે છે.આ રેસીપી જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
ગોળ વાળો ગાજર નો હલવો (Jaggery Carrot Halwa Recipe In Gujarati)
#XS ક્રિસમસ અને ન્યુ યર સ્પેશિયલ#MBR9#Week 9#VRગાજર નો હલવો તો મોટે ભાગે બધા ખાંડ નાંખી ને બનાવતા હોય છે પણ મેં ઓર્ગેનિક ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે અને ડાયાબિટીસ વાળી વ્યકતિ પણ ખાઈ શકે છે અને બાળકો માટે પણ હેલ્થી છે. Arpita Shah -
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT#Diwali21#CookpadIndia#Cookpadgujarati#DRYFRUITSKHEER#kheer#VANDANASFOODCLUBબધાને હેપ્પી દિપાવલીદિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે. Vandana Darji -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
બ્લુ સાબુદાણા ની ખીર (Blue Sabudana Kheer Recipe In Gujarati)
આ ખીર મેં અપરાજિત ફુલ માંથી બનાવી છે. તેને શંખપુષ્પી, કોયલ ફુલ, ગૌકર્ણ ફુલ પણ કહેવાય છે. આયુર્વેદ માં પણ આ ફુલ ના બહુ બધા બેનિફીટ છે. આ ફુલ થી આજે મેં ખીર બનાવી છે. Hemaxi Patel -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
દૂધી અને સાબુદાણા ની ખીર (વ્રત સ્પેશ્યલ)
રામનવમી ના શુભ દિવસે ખીર બધાના ઘરે બનતી જ હોય છે . મેં પણ આજે નવી વેરાઇટી ની ખીર બનાવી છે જે ખૂબજ હેલ્થી છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ખીર ઠંડક પણ બહુજ આપે છે. Bina Samir Telivala -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચૈત્ર મહીના ની નવરાત્રિ શરુ થઇ છે માતાજી ને પ્રસાદી ધરવા ખીર હમેશા બધાના ઘર મા બને છેચાલો આપણે બનાવી એ Kiran Patelia -
રાજભોગ ખીર
#ઇબુક૧# ૩૩#fruitsઆમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે. Chhaya Panchal -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધપાક(Doodhpak recipe In Gujarati)
#ટ્રેડિંગઆયુર્વેદ મુજબ ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુ નો અંત અને શરદઋતુ નો પ્રારંભ દિવસે ગરમી અને રાતે ઠંડક એટલે માંદગી ની શક્યતા વધી જાય..આવા સંજોગો માં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખા નું મિશ્રણ કફનાશક સાબિત થાય છે...ભાદરવા માં ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણ માં તાપમાન માં વિષમતા હોય છે તેવા સમયે રોગો ના શમન ને અટકાવવા દૂધપાક મદદ રૂપ થાય છે... Twinkal Kalpesh Kabrawala -
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod
More Recipes
ટિપ્પણીઓ (7)