મિક્સ ઢોકળાં (Mix Dhokla Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

ઢોકળા દરેક ગુજરાતીના ઘરમાં બનતા હોય. આજે થોડું વેરીએશન કરી અલગ અલગ ટાઇપના ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બ્રાઉન રાઇસ અને અલગ અલગ તથા મિક્સ વેજીટેબલનો ઉપયોગ કર્યો છે. મારા હસબન્ડને વધારે ખાટા ઢોકળા ના ભાવે એટલે હું ઓછા ખાટા બનાવું.

મિક્સ ઢોકળાં (Mix Dhokla Recipe In Gujarati)

ઢોકળા દરેક ગુજરાતીના ઘરમાં બનતા હોય. આજે થોડું વેરીએશન કરી અલગ અલગ ટાઇપના ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બ્રાઉન રાઇસ અને અલગ અલગ તથા મિક્સ વેજીટેબલનો ઉપયોગ કર્યો છે. મારા હસબન્ડને વધારે ખાટા ઢોકળા ના ભાવે એટલે હું ઓછા ખાટા બનાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રાઉન રાઇસના ખીરા માટે
  2. ૧ કપબ્રાઉન રાઇસ
  3. ૧/૨ કપચણાની દાળ
  4. ૧/૩ કપમગની દાળ
  5. ૧/૨ કપખાટુ દહીં
  6. ૨ ચમચીમીઠું
  7. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  8. ૧/૨ કપપાલકની પ્યોરી
  9. ૧/૩ કપગાજરની પ્યોરી
  10. ૧/૨ કપબીટની પ્યોરી
  11. ૨ કપચોખા ખીચડીના
  12. ૧ કપચણાની દાળ
  13. ૧/૨ કપમગની દાળ
  14. ૧ કપખાટુ દહીં
  15. ૧/૬ નંગ કેપ્સીકમ
  16. ૨-૩નંગ લીલા મરચા
  17. ૨૦ કળી લસણની ની કટકી
  18. ૪-૫ નંગ પાલક
  19. ૧/૪ કપકોથમીર
  20. ૧ નંગ ડુંગળી બારીક સુધારેલી
  21. સ્વાદાનુસાર મીઠું
  22. ૧/૨ ચમચીસોડા
  23. ૩-૪ ચમચા તેલ
  24. ૮-૧૦ પાન મીઠો લીમડો
  25. ૧ ચમચો તલ
  26. ૨ ચમચીરાઇ
  27. ૧/૨ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળાંનું ખીરું બનાવવા માટે બંને જાતના ચોખામાં અલગ અલગ ઉપર જણાવ્યા મુજબ દાળ મિક્સ કરી ૩-૪ કલાક માટે પલાળો. હવે પાણી કાઢી દહીં અને મીઠું મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરો. બંને ખીરાને ઢાંકીને ૩ કલાક માટે આથો લાવવા રાખો. ખાટા ઢોકળા માટે વધારે સમય રાખવા પડે.

  2. 2

    બ્રાઉન રાઇસવાળા કલર ઢોકળા બનાવવા માટે. ત્રણ અલગ અલગ બાઉલમાં પાલકની પ્યોરી, ગાજરની પ્યારી અને બીટની પ્યોરી લો. ખીરામાં લસણની પેસ્ટ નાંખી હલાવો. હવે તેમાં સોડા નાંખી મિક્સ કરો. ખીરાને ત્રણે પ્યોરીમાં નાંખી બરાબર હલાવો. ચોથું ખીરું પ્લેન જ રાખો. હવે સ્ટીમ કૂકરમાં પાણી નાંખી ગરમ કરવા રાખી ખીરાની પ્લેટની તેલથી ગ્રીઝ કરો. મે ઇડલી શેપમાં ખીરું રાખ્યું છે. ઢાંકણને કપડાંથી બાંધીને સ્ટીમ કરો. ચાકુ ઢોકળાંમાં નાખો જો ચોંટે નહી એનો મતલબ બફાઇ ગયા છે. થોડા ઠંડા થાય પછી કાઢી લો.

  3. 3

    હવે બીજૂ ખીરું લઇ તેમાં લસણની પેસ્ટ નાંખી મિક્સ કરો. પછી સોડા નાંખી હલાવો. એક બાઉલમાં ખીરું અલગ કાઢી બધા વેજીટેબલ ઝીણા સુધારી નાખો. ખીરું ઓછું અને વેજીટેબલ વધારે રાખવા. મિક્સ કરી ઇડલી વાળા શેપમાં જ રાખવા પ્લેટને ગ્રીઝ કરી ખીરું ચમચીથી નાખો. ઉપર લાલ મરચું છાંટો. હવે તેને સ્ટીમ કરો.

  4. 4

    હવે આપણા રેગ્યુલર ઢોકળાંમાં થોડી હળદર નાંખી મિક્સ કરી સપાટ પ્લેટમાં પાથરો. ઢોકળા બાફો. ઢોકળાંને કટ કરી તેલ,રાઇ, તલ, મરચા, લીમડો નાંખી વઘારો.

  5. 5

    બાફેલા ઢોકળાંને કાચા તેલ, લસણની ચટણી સાથે ખવાય છે. મને તો વઘારેલા ઢોકળાં ગ્રીન ચટણી અને કેચઅપ સાથે ભાવે. ચા સાથે પણ મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

Similar Recipes