મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#RC2
#cookpadgujarati
#cookpadindia

મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે.
ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે.
મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ
  1. 1 ટી સ્પૂનઘી
  2. 2 કપમખાના
  3. 500મિલી ફૂલ ફેટ દૂધ
  4. 2 1/2 ટેબલ સ્પૂનખાંડ
  5. 1/4 ટી સ્પૂનજાયફળ પાઉડર
  6. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. 2-3કેસર તાંતણા
  8. 6-7બદામ ની કતરણ
  9. 4-5લીલા પીસ્તા ની કતરણ
  10. ગાર્નિશ માટે ગુલાબ પાંદડી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી મખાણા ધીમા તાપે કરકરા થાય ત્યાં સુધી શેકો. લગભગ 3 મિનિટ માં સેકાઈ જશે.

  2. 2

    હવે માખાના ઠંડા થાય એટલે તેમાંથી અડધા મિક્સર માં ક્રશ કરી લો અને અડધા અલગ રાખી દો.

  3. 3

    હવે એક જાડા તળિયા વાળા પેન માં ફૂલ ફેટ દૂધ લઈ ગરમ કરવા મુકો. ઉકળે એટલે તેમાં ક્રશ કરેલા મખાના ઉમેરો.. ખાંડ પણ ઉમેરી મિશ્રણ ને સતત હલાવતાં રહેવું જેથી તળિયે ચોંટે નહીં.

  4. 4

    હવે તેમાં આખા બાકી રહેલા મખાના ઉમેરી હલાવો. જાયફળ પાઉડર, ઇલાઈચી પાઉડર,કેસર ઉમેરો..

  5. 5

    ત્યારબાદ બદામ પીસ્તા ની કતરણ ઉમેરી હલાવો અને થોડી વાર માટે પકાવો જેથી દૂધ પણ ઘટ્ટુ થશે અને મખાના પણ સોફ્ટ થશે. ગેસ બંધ કરી લો એટલે ખીર તૈયાર થશે. ખીર ગરમ પણ સર્વ કરી શકાય. ઠંડી કરવાં ફ્રીઝ માં મૂકી ઠંડી સર્વ કરી શકાય.

  6. 6

    ઈચ્છાનુસાર ગાર્નિશ કરીને પ્લેટ્ટિંગ કરવું. મેં અહીં ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કર્યું છે. આ ખીર ઉપવાસ માં પણ ખાઈ શકાય.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes