તુવેર દાળની ખીચડી (Tuvar Dal Khichadi Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ફટાફટ
સાંજે જ્યારે હળવું ખાવું હોય ત્યારે આ રીતે વઘારેલી ખીચડી અને મસાલા દહીં બેસ્ટ ઓપ્શન છે... તો ચાલો જોઈએ તેની રેસિપી....

તુવેર દાળની ખીચડી (Tuvar Dal Khichadi Recipe In Gujarati)

#ફટાફટ
સાંજે જ્યારે હળવું ખાવું હોય ત્યારે આ રીતે વઘારેલી ખીચડી અને મસાલા દહીં બેસ્ટ ઓપ્શન છે... તો ચાલો જોઈએ તેની રેસિપી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ લોકો માટે
  1. -- તુવેર દાળની વઘારેલી ખીચડી બનાવવા માટે---
  2. 2 નાની વાટકીતુવેરની દાળ
  3. 2 નાની વાટકીખીચડીયા ચોખા
  4. - વઘાર કરવા માટે---
  5. 2 ચમચા ઘી
  6. 1/4 ચમચી નાની રાઈ
  7. 1/4 ચમચી નાની જીરુ
  8. 1 નંગ તમાલપત્ર
  9. 1 નંગ સુકુ લાલ મરચું
  10. 1 ડાળખી મીઠા લીમડાના પાન
  11. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  12. 1/4 ચમચી હળદર
  13. 1 ચમચીધાણાજીરું પાઉડર
  14. સ્વાદ મુજબ મીઠું
  15. 1/4 ચમચી મેગી મસાલો
  16. 1 નંગ બટાકો છાલ ઉતારી સુધારેલું
  17. 2 નંગ ઝીણી ડુંગળી સુધારેલી
  18. ---અન્ય સામગ્રીમાં-----
  19. બટાકા નુ રસાવાળુ શાક
  20. મસાલા દહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પ્રમાણસર તુવેરની દાળ અને ચોખા કાઢી લો... ત્યારબાદ તેને પાણીથી બે વખત ધોઈ લો.. અને વઘાર કરવા માટેની સામગ્રી તૈયાર કરી લો.....

  2. 2

    એક તપેલીમાં બે ચમચી ઘી મૂકી રાઈ મૂકી...... વઘાર તૈયાર કરી લો..... ત્યારબાદ તેમાં એક વાટકી ખીચડી હોય તો ત્રણ ગણું પાણી ઉમેરવો. જેથી ખીચડી મીળ જેવી થાય...

  3. 3

    ત્યારબાદ ત્રણ ગણું પાણી ઉમેરી બધા મસાલા ઉમેરી દો.....

  4. 4

    ડુંગળી બટાકા લઈ તેને સુધારી ખીચડી માં ઉમેરી દો.... અને બધું સરખી રીતે મિક્સ કરી લો...

  5. 5

    પછી કૂકરમાં 5 cities લઈ લો.... તો તૈયાર છે આપણી વેજીટેબલ ખીચડી....

  6. 6

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો....

  7. 7

    😍😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes