તુવેર દાળની વઘારેલી ખિચડી અને કઢી(Vaghareli Khichadi And kadhi Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#ફટાફટ
#શુક્રવાર સ્પેશ્યલ

આપણી પાસે સમય ઓછો હોય અને કંઈક દેશી ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો તુવેર દાળની વઘારેલી ખિચડી અને તેની સાથે ખાટી મીઠી કઢી બેસ્ટ ઓપ્શન છે. જે પેટ ભરેલા ની ફિલીંગ પણ આપે છે. ઓછી સામગ્રીથી બની જાય છે. જે લંચ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.

તુવેર દાળની વઘારેલી ખિચડી અને કઢી(Vaghareli Khichadi And kadhi Recipe In Gujarati)

#ફટાફટ
#શુક્રવાર સ્પેશ્યલ

આપણી પાસે સમય ઓછો હોય અને કંઈક દેશી ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો તુવેર દાળની વઘારેલી ખિચડી અને તેની સાથે ખાટી મીઠી કઢી બેસ્ટ ઓપ્શન છે. જે પેટ ભરેલા ની ફિલીંગ પણ આપે છે. ઓછી સામગ્રીથી બની જાય છે. જે લંચ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  1. 50 ગ્રામ તુવેર દાળ
  2. 50 ગ્રામમગની પીળી દાળ
  3. 100 ગ્રામ ચોખા
  4. સ્વાદાનુસારમીઠું
  5. 1 ટે સ્પૂનઘી
  6. 1/2 ટી સ્પૂનરાઈ
  7. 1/2 ટી સ્પૂનજીરું
  8. 1 નંગસૂકું મરચું
  9. 1/2 ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 5-10 નંગમીઠા લીમડાના પાન
  12. 2 ગ્લાસપાણી
  13. કઢી બનાવવા માટે સામગ્રી
  14. 250 મીલી ખાટી છાશ
  15. 1 ટે સ્પૂનચણાનો લોટ
  16. 6-7 નંગદાણા સીંગદાણા
  17. સ્વાદાનુસારમીઠું
  18. 1/2 ટી સ્પૂનઘી
  19. 1/2 ચમચીમેથીના દાણા
  20. 1 નંગલવિંગ
  21. 1 નંગનાની કટકી તજ
  22. 1/2 નંગબાદિયાનો
  23. 1/2 ટી સ્પૂનરાઈ
  24. 1/2 ટી સ્પૂનજીરું
  25. ચપટીહિંગ
  26. 10-15 નંગમીઠા લીમડાના પાન
  27. 1 ટુકડોગોળ
  28. 1 નંગનાની કટકી આદુ
  29. 1 નંગલીલું મરચું
  30. 1 ટે સ્પૂનકોથમીર
  31. 2 ગ્લાસપાણી
  32. સર્વિંગ માટે લીલા મરચા નું અથાણું અને ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા બે ત્રણ પાણી થી સાફ કરી લો. હવે કૂકરમાં 1 ટે ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું,હિંગ,સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન નાંખી વઘાર કરીને હવે આમાં 1 ગ્લાસ પાણી નાંખી તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર નાખી ઉકાળો

  2. 2

    હવે દાળ નાખી જરા વાર ચડવા દો અને ત્યાર બાદ તેમાં ચોખા નાખી મિક્સ કરો.હવે 1/2 ગ્લાસ પાણી નાંખી કૂકર બંધ કરી 2 સીટી કરી લો. તૈયાર છે વઘારેલી ખિચડી.

  3. 3

    .હવે વઘાર માટે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં મેથીના દાણા, તજ,લવિંગ, બાદિયાના, હિંગ,લીમડો,અડધુ સૂકું મરચું નાખી કઢીમા રેડી 10 મિનિટ ઉકળવા દો.હવે તેમાં કોથમીર નાખી ગરમ ગરમ ખિચડી સાથે સર્વ કરો.

  4. 4

    કઢી બનાવવા માટે એક વાસણમાં છાશ લો તેમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી તેમાં મીઠું,સીંગદાણા,લીમડો, આદુ,લીલુ મરચું,ગોળ નાખી મિક્સ કરી ઉકળવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes