કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#સપ્ટેમ્બર
ચોકલેટ કોને ના ભાવે... !!!
કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.
આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15મિનિટ
3 ગ્લાસ
  1. 500મીલી દૂધ
  2. 4 ટેબલ સ્પૂનખાંડ
  3. 3 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  4. 5 ટી સ્પૂનડાર્ક કોકો પાઉડર
  5. ચોકલેટ આઈસ્ક્રિમ
  6. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

10-15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 500મિલી દૂધ માંથી 1/4 દૂધ અલગ વાટકી માં નીકાળી લો.

  2. 2

    વાટકી માં નીકળેલા દૂધ માં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર મિક્સ કરી લો.બાકી વધેલા દૂધ માં ખાંડ ઉમેરી ગેસ પર ગરમ કરવા મુકો.

  3. 3

    દૂધ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી અલગ રાખેલ કોકો અને કોર્ન ફ્લોર વાળું દૂધ ધીમે ધીમે ઉમેરો. યાદ રાખો આ મિશ્રણ ઉમેરો ત્યારે દૂધ ને સતત હલાવતા રહેવા નું છે નહિ તો કોર્ન ફ્લોર નીચે બેસવા લાગશે.

  4. 4

    ફરી દૂધ ને 3-5 ઉભરા આવે એટલી વાર ગરમ કરો. પછી ગેસ બંધ કરી કોકો નીચે લઇ 5 મિનિટ હલાવતા રહો જેથી તેના પર મલાઈ ના બની જાય.

  5. 5

    ફાઈનલી કોકો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝ માં ઠંડો કરવા મુકો. અને ઠંડો થઈ જાય એટલે ચોકલેટ આઈસ્ક્રીમ અને ચિપ્સ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vrunda Shashi Mavadiya
પર
Vadodara

Similar Recipes