સુરત સ્ટાઈલ કોલ્ડ કોકો (Surat Style Cold Coco Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

કોલ્ડ કોકો એ સુરતનું જાણીતું પીણું છે. આ સ્ટ્રીટ સ્ટાઈલ પીણું એકદમ ઠંડુ સર્વ કરવામાં આવે છે અને એકદમ ચોકલેટી હોય છે.

સુરત સ્ટાઈલ કોલ્ડ કોકો (Surat Style Cold Coco Recipe In Gujarati)

કોલ્ડ કોકો એ સુરતનું જાણીતું પીણું છે. આ સ્ટ્રીટ સ્ટાઈલ પીણું એકદમ ઠંડુ સર્વ કરવામાં આવે છે અને એકદમ ચોકલેટી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩ વ્યકિત
  1. ૧ લિટરદૂધ
  2. ૨ ટેબલસ્પૂનકોર્નફ્લોર
  3. ૧ ટેબલસ્પૂનકસ્ટર્ડ પાઉડર
  4. ૬ ટેબલસ્પૂનખાંડ
  5. ૩ ટેબલસ્પૂનકોકો પાઉડર
  6. ૧૪૦ ગ્રામ ડાર્ક અને મિલ્ક ચોકલેટ અથવા ૨ નંગ ડેરી મિલ્ક ચોકલેટ
  7. સજાવવા માટે
  8. ચોકલેટ સિરપ
  9. ચોકલેટ ચિપ્સ
  10. કાજુના કટકા
  11. ડેરી મિલ્ક
  12. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધમાંથી એક વાટકી દૂધ કાઢી લઈ બાકીના દૂધમાં ખાંડ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો અને અલગ કાઢેલા દૂધમાં કોર્નફ્લોર, કસ્ટર્ડ પાઉડર અને કોકો પાઉડર ઉમેરી whisker થી whisk કરી મિક્સ કરી લો જેથી તેમાં ગઠ્ઠા ન રહે.

  2. 2
  3. 3
  4. 4

    હવે ગરમ કરેલ દૂધમાં કોર્નફલોર, કસ્ટર્ડ અને કોકો વાળું મિશ્રણ ઉમેરી ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરી લો જેથી એકદમ સરસ મિક્સ થઈ જાય. આ પ્રક્રિયા તમે હાથેથી વ્હીસકર વડે પણ કરી શકો છો.

  5. 5

    હવે પાછું દૂધને ગરમ કરવા મૂકી ૭-૮ મિનિટ માટે ઉકાળો અને દૂધને સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોંટે નહીં.

  6. 6

    હવે દૂધ થોડું જાડું થાય એટલે તેમાં ચોકલેટના કટકા ઉમેરી ફરી ૫ મિનિટ માટે ઉકાળો. હવે તેને બીજા વાસણમાં ગાળી લો અને ઠંડુ થવા દો.

  7. 7
  8. 8

    હવે આ કોકોને ફ્રીઝ માં ૨-૩ કલાક માટે ઠંડુ કરો ત્યારબાદ સર્વ કરતી વખતે તેમાં ફરીથી ઇલેક્ટ્રિક બીટર ફેરવી લો.

  9. 9

    હવે એક સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા લઈ ગ્લાસની અંદર બાજુ ચોકલેટ સિરપથી કોટ કરો ત્યારબાદ તેમાં કોલ્ડ કોકો ઉમેરી ઉપરથી ડેરી મિલ્ક ચોકલેટ, કાજુના કટકા અને ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરી એકદમ ચિલ્ડ સર્વ કરો.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ (6)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
@cook_32051464 કોઈ પણ કરિયાણા સ્ટોર માં પૂછશો કોકો પાવડર તો આપશે.

Similar Recipes