પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)

Heena Pathak
Heena Pathak @cook_26215792

આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું.

પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 નાની ચમચીઅજમો
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 150 ગ્રામપાલક
  5. 2 કપછિણેલું પનીર
  6. 1 કપજીણી સમારેલી ડુંગળી
  7. 1 ચમચીછિણેલું આદુ
  8. 1 ચમચીજીણા સમારેલા મરચાં
  9. 1/2ચમચી જીરા પાઉડર
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. 2 ચમચીજીણી સમારેલી કોથમીર(ધાણા)
  12. 1 નાની ચમચીચાટ મસાલો
  13. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ની ભાજીને મોટા વાસણ માં પાણી લઇ2-3 મિનિટ ઉકાળીલેવી. ઠંડી પડે ત્યારબાદ મીક્ષર માં તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવી.

  2. 2

    ઘઉં ના લોટ માં અજમો,મીઠું,પાલક ની પ્યુરી ઉમેરો. જરૂર પ્રમાણે પાણી નાખી વધારે નરમ નહીં અને વધારે કઠણ નહીં એવો લોટ બાંધી લો.

  3. 3

    એક બાઉલ માં છીણેલું પનીર,જીણી સમારેલી ડુંગળી,આદુ,મરચા, જીરા પાઉડર,ચાટ મસાલા,ધાણા, મરચા પાઉડર,મીઠું નાખી. આપણે તેને મિક્સ કરીશું આપણું સ્ટફિંગ રેડી છે.

  4. 4

    લોટ માંથી આપણે એકસરખા લુવા કરી લઈશું. મિડિયમ સાઇઝ ની જાડી ભાખરી વણી લઈશું. તેમાં સ્ટફિંગ ભરીશું.

  5. 5

    સ્ટફિંગ ભર્યા બાદ આપણે તેને વણી લઈશું. ગરમ તાવી પર આપણે પરાઠાને બટર/ ઘી /તેલ થી શેકી લઈશું. તૈયાર છે "પાલક પનીર પરાઠા" દહીં સાથે તમે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Pathak
Heena Pathak @cook_26215792
પર

ટિપ્પણીઓ

Similar Recipes