આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#trend2
#aloo
#paratha

આલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3-4 વ્યક્તિ
  1. ➡️ સ્ટફિંગ માટે ના ઘટકો:
  2. 8 નંગબાફેલા બટાકા
  3. 1જીણો સમારેલો કાંદો
  4. 1 1/2 ટેબલસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  5. 1 ટીસ્પૂનઆદુ ની પેસ્ટ
  6. 1 ટીસ્પૂનચાટ મસાલા
  7. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  8. 1/4 ટીસ્પૂનહળદર
  9. 1 ટીસ્પૂનગરમ મસાલા
  10. 1/4 કપજીણી સમારેલી કોથમીર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ➡️ પરાઠા ના લોટ માટે ના ઘટકો:
  13. 2 કપઘઉં નો લોટ
  14. 2ચમચા તેલ
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. પાણી જરૂર મુજબ
  17. ઘી અથવા બટર (શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરાઠા નો લોટ બાંધવા માટે ફૂડ પ્રોસેસર ના જાર માં ઘઉં નો લોટ, તેલ, મીઠું અને જરૂર મુજબ પાણી નાખી રોટલી અને પરાઠા ની વચ્ચે નો લોટ બાંધી લો અને 15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાકા ને છોલી ને મેશર થી મેશ કરી લો. હવે તેમાં ઉપર જણાવેલ બધા ઘટકો (કોથમીર સિવાય) ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોથમીર નાખી મિક્સ કરો અને સ્ટફિંગ ના ગોળા બનાવી લો.

  3. 3

    હવે બાંધેલા લોટ નો એક લુવો લઇ તેને થોડો વાણી ને વચ્ચે સ્ટફિંગ નો ગોળો મુકો અને બધી બાજુ થી પેક કરી દો। ત્યારબાદ તેને હલકા હાથ થી દબાવી ને અટામણ લઇ પરોઠો વાણી લો.

  4. 4

    હવે ગરમ તાવી પર પરાઠા શેકી લો. પેહલા બંને બાજુ ઘી વગર શેકો અને પછી બંને સાઈડ વારા ફરથી ઘી લગાવી ને શેકો।

  5. 5

    ગરમા ગરમ આલૂ પરાઠા તૈયાર છે. તેની ઉપર બટર લગાવી ને દહીં કે દહીં બૂંદી રાયતા, કેચપ, અથાણું, ચટણી, કાંદા ની કચુંબર, વગેરે સાથે સર્વ કરો. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes