કરાચી હલવો(Karchi Halwo recipe in Gujarati)

Ruchee Shah
Ruchee Shah @cook_17646846

કરાચી હલવો(Karchi Halwo recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ કપમકાઈનો લોટ –
  2. ૨ કપખાંડ –
  3. કપકાજુ – અડધો
  4. ૧ મોટી ચમચીપિસ્તા
  5. ૧/૪ નાની ચમચીટાટરી પાઉડર –
  6. નાની ઈલાયચી – ૪-૫ ટુકડાઓ
  7. ૧/૨ કપઘી –
  8. ૨ ચપટીખાવાનો રંગ –

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કરાચી હલવો બનાવવા માટે સૌ પ્રથમ મકાઈનો લોટમાં પાણી રેડો અને તેને સારી રીતે ઓગાળી દો.
    હવે એક બાજુ કાજુ અને પિસ્તાના નાના નાના ટુકડા કરી લો અને ઈલાયચી છોલીને બારીક પીસી લો.
    હવે એક પેનમાં ખાંડ અને ત્રણ થી ચાર કપ પાણી નાખીને ગરમ થવા દો.
    જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય, ત્યારે ચાસણીમાં મકાઈનો લોટનો ઘોલ ઉમેરો. ધીમા તાપે તેને રાંધવા દો.

  2. 2

    ઘોલને હલાવતા રહો તેની કાળજી રાખો. દસથી પંદર મિનિટ પછી હલવો ગાઢ અને ટ્રાન્સપરન્ટ થઈ જશે.
    હવે હલવા માં ઘી નાખી બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં ટાટરી નાખો.
    હવે થોડું ઘી નાખો. ઘી બરાબર મિક્ષ થાય ત્યાં સુધી હલવાને હલાવતા રહો.
    હવે એક બાઉલમાં એક ચમચી રંગનો ઘોલ બનાવી તેને હલવામાં મિક્સ કરો.
    તેની સાથે કાજુ અને ઇલાયચી ઉમેરો. હલવો થીજે ત્યાં સુધી હલાવતા રહો.

  3. 3

    આ પછી, ગેસ બંધ કરી દો. હવે એક ટ્રેમાં ઘી વડે સપાટીને ગ્રીસ કરો.
    હલવાને ટ્રે પર ફેલાવો. તેની ઉપર કાપેલ પિસ્તા ઉમેરો.
    કરાચી હલવો બનીને તૈયાર છે. તેને તમારા ઇચ્છિત આકારમાં કાપો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

Similar Recipes