પાલક ફુદીના સેવ(Palak mint sev Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#કૂકબુક
દિવાળી માં કઈક ચટપટું ખાવાનું મન થાય તો આજે આપડે ચટપટી પાલક અને ફુદીનાની ખાટી તીખી સેવ બનાવીશું.

પાલક ફુદીના સેવ(Palak mint sev Recipe in Gujarati)

#કૂકબુક
દિવાળી માં કઈક ચટપટું ખાવાનું મન થાય તો આજે આપડે ચટપટી પાલક અને ફુદીનાની ખાટી તીખી સેવ બનાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણા નો લોટ
  2. થોડાપાલક ના પત્તા
  3. 1નાની જુડી ફુદીનો
  4. ૧ચમચી ચંચળ
  5. ૧ ટુકડોઆદુ
  6. ૫/૬ લીલા મરચા
  7. 1/2 ચમચીહિંગ
  8. ૧લીંબુ નો રસ
  9. ૨ ચમચીતેલ મોણ માટે
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને ઉકળતા ગરમ પાણી માં (મીઠું અને પુંચ સોડા નાખેલા) બ્લાંચ કરી લો.ઠંડું થવા દો. પછી પાલક ફુદીનો,સંચળ,લીંબુ નો રસ,મીઠું અને સહેજ પાણી નાખી ને બારીક પીસી લો.અને ગાળી લો.

  2. 2
  3. 3

    ચણા ના લોટ ને ચાળી લો.તેમાં તૈયાર કરેલી પાલક ફુદીના ની પેસ્ટ,ગરમ તેલ,મીઠું (જેથી સેવ ક્રિસ્પી અને સોફ્ટ થશે) કરી ને ઢીલો લોટ બાંધી દો.તેને થોડું ફિની લો.જે થી સેવ સોફ્ટ થશે.

  4. 4

    આ લોટ ને સેવ પડવાના સંચા માં ભરી દો અને ગરમ તેલ માં સેવ બહાર થી અંદર ની તરફ ગોળ પાડો. પડતી વખતે ફાસ્ટ ગેસ રાખવો,પછી slow kari દેવો.સેવ ની કલર ડાર્ક ન થવો જોઈએ.પછી જારા ની મદદ થી તેલ નિતારી ને સેવ બહાર કાઢી લો.આવી રીતે બધા ઘાણ ઉતારી લો. ગરમ ગરમ સેવ ઉપર થી થોડો ચાટ મસાલો છાંટી દો. તો તૈયાર છે આપડી ચટાકેદાર ક્રિસ્પી સોફ્ટ. પાલક ફુદીના ની ગ્રીન સેવ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes