ઘટકો

  1. ૨૫૦ ગ્રામ નાની બટેકી
  2. ડુંગળી અને ૪ ટામેટાં
  3. ૧૦-૧૨ કળી લસણ
  4. આદુમર્ચા ની પેસ્ટ
  5. 3 ચમચીધાણજીરૂ
  6. 2 ચમચીમરચું પાઉડર
  7. ૧/૪ ચમચીહળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. વઘાર માટે તેલ, રાઇ, જીરું,સૂકું મરચું, હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નાની બટેકી ની છાલ કાઢી લો. અને મીઠું નાખી અધકચરી બાફી લો.બફાઈ જાય એટલે તેને તેલ માં તળી લો.ત્યાર બાદ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ તૈયાર કરો.ત્યાર પછી ડુંગળી અને ટામેટાં ની ગ્રેવી કરી લો.

  2. 2

    ત્યાર બાદ એક પેન લઈ તેમાં ૮-૧૦ ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું સૂકું મરચું હિંગ ઉમેરો. પછી તેમાં ડુંગળી ની ગ્રેવી ઉમેરો. ગ્રેવી સતળાઈ જાય એટલે તેમાં અદુમર્ચા અને લસણ ની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ ટામેટાં ની ગ્રેવી ઉમેરો.બધું એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે બધો મસાલો એડ કરો અને બટેકી ઉમેરી હલાવો. પછી તેને પરોઠાં,બિરયાની,ડુંગળી, પાપડ અને છાશ સાથે સર્વ કરો.તો તૈયાર છે દુમાલું વિથ પરાઠા એન્ડ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Purvi Sachdev
Purvi Sachdev @cook_26742915
પર

Similar Recipes